
રાજસ્થાનમાં પહેલા કરોલી અને હવે કોટામાં હિંસા ભડકી ઉઠી છે.
હિસ્ટ્રીશીટર ડોન દેવા ગુર્જરની હત્યા બાદ અહીંયા બબાલ શરૂ થઈ છે. મંગળવારે દેવાના સમર્થકોએ ભારે હંગામો કરીને પોલીસ પથ્થમારો કર્યો હતો. ટોળાને વીખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. દરમિયાન દેખાવકારોએ એક સરકારી બસને પણ આગ ચાંપી દીધી હતી.
સોમવારે સાંજે કોટામાં ડોન દેવા ગુર્જરની બે વાહનોમાં આવેલા 10 લોકોએ ધારદાર હથિયારો વડે હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. એ પછી દેવા ગુર્જરના સમર્થકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે રોડ પર ચક્કાજામ સાથે દેખાવો કર્યા હતા. કેટલાક મુસાફરો અને બસના ડ્રાઈવરને માર પણ માર્યો હતો.