
સુરતના માલવાવ ગામ ખાતે લેઉવા પટેલ સમાજના સન્માન સમારોહ કાર્યક્રમમાં ડો. નિલમ ગોયલે સમાજનાં લગભગ ૩૦૦૦ લોકો સાથે પરમાણુ ઉર્જા વિષય ઉપર જાગૃતતા અભિયાન દરમ્યાન ભાવનગરમાં આવેલ મીઠીવીરડી પરમાણુ વિજઘર તેમજ સુરતમાં ૫૦૦-૫૦૦ મેગાવોટના સ્માર્ટ મોડયુલર રીએકટરની વિસ્તૃત જાણકારી આપી. પરમાણુ સહેલીએ જણાવ્યું કે આપણા દેશમાં પરમાણુ ઉર્જા બાબતે લોકોમાં સાચી જાણકારી નથી. સાથે આ વિષય બાબતે ઘણી ગેરસમજ છે. ડો.નિલમ ગોયલે જણાવ્યું કે પરમાણુ ઉર્જા બાબતે ઘણી ગેરસમજ તેમજ પરમાણુ ઉર્જાથી બહુ વિકીરણ નીકળે છે, તે સત્ય નથી. પ્રકૃતિથી જ આપણને દરરોજ ૨૪૦ મિલીરેમ રેડીએશન ડોઝ મળે છે, જે આપણા જીવનનો હિસ્સો બની ગઈ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, સૂર્યના પ્રકાશમાં રહીએ છીએ, દુધ પીઈએ છીએ, ફળો ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ઘરમાં રહીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. ટેલીવીઝન જોઈએ છીએ, રેડીઓ સાંભળીએ છીએ, હવાઈ જહાજમાં યાત્રા કરીએ છીએ વિગેરે દરેક થી આપણને રેડીએશન મળે છે. એક વખત એકસ-રે કરાવવાથી ૨૦ મીલીરેમની રેડીએશન ડલઝ મળે છે. આ પ્રકારે એક વખત સીટી સ્કેન કરાવવાથી ૫૦૦૦ થી ૨૦૦૦૦ મીલીરેમની રેડીએશન ડોઝ મળે છે. પરમાણુ વિજ ઘરોની આસ પાસનાં ક્ષેત્રોમાં સામાન્ય જનતાને માત્ર ૨ મીલીરેમ ની રેડીએશન ડોઝ મળે છે જે સામાન્ય છે. પરમાણુ સહેલીએ જણાવ્યું કે, સામાન્યથી લઈને ખાસ લોકોમાં પરમાણુ
વિજઘર બાબતે વિવિધ માન્યતાઓ દુર કરીને સામાન્ય જનતામાં પરમાણુ ઉર્જા બાબતે સકારાત્મક વાતાવરણ બનાવવું પડશે. સેમીનારમાં ઉપસ્થિત દરેકે બહુ ઉડાણથી આ વિષય સમજયો તેમજ પરમાણુ સહેલીના આ પ્રયાસમાં એકજૂથ રહેવાનો વાયદો પણ કર્યો. દરેકે પ્રતિજ્ઞા લીધી કે પરમાણુ વિજ ઉત્પાદનની યોજના તેમના વિસ્તારમાં યા તો ગુજરાતમાં જયાં પણ આવશે તો તેમને સફળતાથી ચાલુ થાય તે માટે પોતે નૈતિક સમર્થન આપશે. આ સાથે કાર્યક્રમમાં પધારેલ અધ્યક્ષશ્રી નાનુભાઈ વાનાણી પૂર્વ શિક્ષા મંત્રી, ગુજરાતે પરમાણુ સહેલીના પ્રયાસોની સરાહના કરી અને કહયું કે પરમાણુ સહેલી ઘ્વારા આપવામાં આવેલ જાણકારી યોગ્ય અને સાચી છે અને તેનાથી ભાવનગરનો જ નહીં પરંતુ સમસ્ત ગુજરાત તેમજ સમસ્ત ભારતનો વિકાસ નિશ્ચિત છે,આપણે આ વિષયને સમજવો પડશે અને પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ ધ્વારા આ અભિયાનને લઈને સામાન્યથી લઈ ખાસ જનતા સુધી પહોંચાડી આપણા ક્ષેત્રમાં થઈ રહેલા પ્રદૂષણનો વધારો અને પ્રકૃતિની અસમતુલાને પણ આ રીતે સંભાળવી પડશે. કાર્યક્રમમાં પધારેલ યુવા સંગઠનના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ કે. માંયુકીયા, વાલાભાઈ જી. માંગુકીયા, હસમુખભાઈ બી. માંગુકીયા, ભરત એમ. માંગુકીયા, મનીષ કે. માંગુકીયા, ભિખભાઈ માંગકીયા, રવિભાઈ માંગુકીયા અને હરીશભાઈ માંગુકીયા વિગેરેની સાથે દરેક લોકોએ ભારતની પરમાણુ સહેલી ધ્વારા ચાલતા જન-જાગૃતતા અભિયાન કાર્યક્રમને દૃશ્યથી સમર્થન કર્યુ.