
હવામાન વિભાગ દ્વારા શહેરમાં બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. વરાછા એ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
વરસાદ વરસતા શહેરના અને આસપાસના ખેડૂતોને રાહતની લાગણી થઈ છે. ધીમી ધારે વરસતા વરસાદને લઈને ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશિર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.