
ભારત સરકાર દ્વારા વર્ષ 2021 -22 માટે વિદ્યાલય પુરસ્કાર નું ઓનલાઈન નોમિનેશન થયું હતું જે અંતર્ગત જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે દરેક શાળાની મુલાકાત લઇ ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં બી એલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા દ્વારા 98% સ્કોર સાથે ફાઇસ્ટાર રેટિંગ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ ના હાથે રૂપિયા 12000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત થયું સતત બીજી વખત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સ્વચ્છ વિદ્યાલય નું બહુમાન પ્રાપ્ત કરીને ગ્રામ્ય વિસ્તારની કેટેગરીમાં શ્રેષ્ઠ સ્વચ્છ વિદ્યાલય પસંદ થઈ
શાળાની આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી રોહિત ભાઈ ચૌધરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા