
નવસારી ખાતે અતિથિગૃહના નવીનીકરણ લોકાર્પણ માટે પધારેલા માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી ને નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે બે પત્રો આપી ખેરગામ તાલુકા ને લાંબા અંતરની બસ સુવિધા આપવા- 11 મુદ્દાની રજૂઆતો કરી હતી જેનો મંત્રી જીતુભાઈ ચૌધરી સંગાથે પૂર્ણેશભાઈએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.
ખેરગામ તાલુકાને સાત વર્ષના વહાણા વાયા છતાં આજદિન સુધી લાંબા અંતરની બસ સેવાનો લાભ આપવામાં આવ્યો નથી. વલસાડ વિભાગ અને નિગમના કેટલાક અધિકારીઓ ખેરગામ તાલુકાને માત્ર વાયા કરી આપીને સુવિધા આપી શકે તેમ હોવા છતાં અન્યાય કરી વંચિત રાખે છે. ધરમપુર ડેપોથી નવી શરૂ થતી બસ વાયા વલસાડના બદલે વાયા ખેરગામ ચીખલી કરવાની દસેક વર્ષ જૂની રજૂઆતને પણ વલસાડ વિભાગ દાદ આપતું નથી. હાલમાં જ શરૂ કરેલી ધરમપુર મહેસાણા સાંજની બસને પણ વાયા વલસાડ શરૂ કરી ખેરગામ ચીખલી તાલુકાને અન્યાય કર્યો છે. એસ.ટી.ના ૨૫ કિલોમીટર બચે ભાડું અને સમય ઘટે જો વાયા ખેરગામ કરાય તો! પરંતુ અધિકારીઓના મગજમાં ઊતરતું જ નથી. ખેરગામ તાલુકા ને વધારાની વાહન સુવિધા વગર માત્ર વાયા કરવાથી સાતેક બસનો લાભ સરળતાથી મળે તેવું છે જે માટે શ્રી ભીખુભાઈ આહિર પ્રમુખ. મંત્રીપૂર્ણેશભાઈનું અંગત ધ્યાન દોર્યું છે.
વધુમાં શ્રી ભીખુભાઈએ નર્મદા મૈયાબ્રિજ ભારે વાહનો માટે ભરૂચ કલેકટરે પ્રતિબંધિત કરેલો છે તેમાં પણ એસટીને મુક્તિ આપવા માટે રજૂઆત કરી એસ્ટીને રોજનું દોઢ બે લાખનું નુકસાન થતું અટકાવવા ધ્યાન દોર્યું હતું. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી સેવા ચાલુ રહે તો મુસાફરોનો સમય એસટીનું ડીઝલ, ટૉલકર,અંતર ઘટે.. વિગેરે અનેક ફાયદા થાય છે. એસટી પ્રવાસ ઝડપી સલામત બને છે.