
મુંબઈ, તા. 24 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
બોલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી આજે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેઓ પહેલીવાર ઈમરાન હાશ્મી સાથે જોવા મળી રહ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. વર્ષ 2023માં તેમની આ પહેલી ફિલ્મ છે. ગયા વર્ષે પણ તેઓ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ તેમની ફિલ્મો કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. દરમિયાન સેલ્ફી પાસેથી લોકોને ઘણી આશા છે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને તેમના પુત્ર આરવ કુમાર વિશે પૂછવામાં આવ્યુ કે ચાહકો રાહ જોઈ રહ્યા છે કે શું તેઓ પણ બોલીવુડમાં ટૂંક સમયમાં જ ડેબ્યુ કરશે?. જેની પર એક્ટરે ખુલાસો કર્યો છે.
અક્ષય કુમારનો પુત્ર આરવ પણ પોતાના પરિવારના વારસાને આગળ વધારી શકે કેમ કે મોટાભાગના એક્ટર્સના બાળકોએ પોતાના ડેબ્યુનો નિર્ણય લઈ લીધો છે. દરમિયાન જ્યારે સેલ્ફી એક્ટર અક્ષય કુમારને પૂછવામાં આવ્યુ કે શું તેમનો પુત્ર આરવ પણ અન્ય સ્ટાર કિડ્સની જેમ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં ડેબ્યુ કરશે. જેની પર તેમણે કહ્યુ, તેને શોખ નથી.
એક્ટરને પૂછવામાં આવ્યુ કે શું તેઓ નથી ઈચ્છતા કે તેમનો પુત્ર તેમના વારસાને આગળ વધારે તો અક્ષય કુમારે કહ્યુ, હુ બસ ઈચ્છુ છુ કે તે ખુશ રહે. અક્ષય કુમારનો પુત્ર આરવ ફેમસ સ્ટાર કિડમાંનો એક છે. તે ખૂબ હેન્ડસમ પણ છે. ચાહકો પણ ઘણીવાર એ જાણવા આતુર રહે છે કે આરવ ક્યારે ફિલ્મોમાં એન્ટ્રી લેશે પરંતુ એક્ટરની વાતોથી એ વ્યક્ત થાય છે કે તેમના પુત્રને હાલ ફિલ્મો કરવાનો કોઈ શોખ નથી.