Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • પૂર્વ IPSની બદનામી કરનાર 5ની ધરપકડ
  • INDIA

પૂર્વ IPSની બદનામી કરનાર 5ની ધરપકડ

Real February 13, 2023
image
Spread the love

એક BJP નેતા-બે પત્રકાર સહિતને ગુજરાત ATSએ દબોચ્યા, મહિલા પર દુષ્કર્મનો આરોપ મૂકી ખોટી એફિડેવિટ વાઇરલ કરાઈ હતી

રાજ્યના પૂર્વ (ઈન્ડિયન પોલીસ સર્વિસ)IPS અધિકારીને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાઈરલ કરનાર બે પત્રકાર અને ભાજપના નેતા સહિત પાંચ લોકોની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. IPS અધિકારી પાસેથી પૈસા પડાવવા માટે થઈને આખું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. પાંચ આરોપી પૈકી એક આરોપી નેતા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક નેતા અને પત્રકારોએ મળી એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી. ત્યાર બાદ બે પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધા હતા. એમાં એફિડેવિટ વાઈરલ કરવાની અને એફિડેવિટ ન્યૂઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. ન્યૂઝ મીડિયામાં આવી જાય પછી બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવા કાવતરું રચ્યું હતું.

પૂર્વ IPS અધિકારી પાસે 8 કરોડ પડાવવાનું ષડયંત્ર
આઇપીએસ અધિકારી પાસેથી રૂ. 8 કરોડ પડાવવા માટે થઈ અને આખું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની પીડિત મહિલાને દબાણમાં લાવી અને તેમના નામે પોલીસ અધિકારીએ બે વાર બળાત્કાર કર્યો હોવાની એફિડેવિટમાં સહીઓ કરાવી લીધી હતી. એફિડેવિટમાં ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ ખોટી રીતે લખાવી તેને મીડિયામાં આપી અને પોલીસ અધિકારીઓ પાસેથી પડાવવાનો કાવતરાનો ગુજરાત એટીએસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. બે પત્રકાર સહિત પાંચ લોકો સામે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસને તપાસ સોંપાઈ હતી
ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, કેટલાક પોલીસ અધિકારીને ફસાવવા માટે ઉચ્ચ આઈપીએસ અધિકારીના નામની ખોટી એફિડેવિટ વાઇરલ થઈ હતી. જે મામલે ગુજરાત એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે જે એફિડેવિટ કરવામાં આવી છે, તે મહિલાનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું. જે મુજબ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારનો ગુનો મહિલાએ નોંધાવ્યો હતો.

પેથાપુરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શું મામલો હતો
જોશીએ ઉમેર્યું હતું કે, આ ફરિયાદ નોંધાવતા પહેલા મહિલા ગાંધીનગરમાં જી. કે. પ્રજાપતિ ઉર્ફે જી. કે. દાદા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. મહિલાએ જી.કે. પ્રજાપતિને જણાવ્યું હતું કે, આ ફરિયાદનો આરોપી ઈસ્માઈલ મલેક એક દિવસ ચાંદખેડા કાલિકા મંદિર પાસે આવેલા સંગાથ બંગલોના બંગલા નંબર 13 અને 14માં લઈ ગયો હતો. બંગલામાં જે માણસ હતો તે 45 વર્ષની ઉંમરનો હતો અને અમદાવાદનું મોટું પોલીસ અધિકારી હોવાનો ઓળખાણ આપી હતી. આ બંગલો સાહેબનો છે, તેમ કહ્યું હતું. તેના ભાઈને છોડાવવા માટે તે વ્યક્તિએ તેની મરજી વિરુદ્ધ બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જી.કે. પ્રજાપતિએ ફરિયાદમાં આ બાબત લખાવવાની ના પાડી હતી અને કહ્યું હતું કે આપણે પછીથી આનો વિચાર કરીશું.

જી. કે.એ સુરતના હરેશ જાદવ સાથે મહિલાની મુલાકાત કરાવી
જી. કે. પ્રજાપતિએ સુરતના એક વ્યક્તિ હરેશ જાદવ સાથે મહિલાની ઓળખાણ કરાવી હતી અને મહિલાની હાજરીમાં જ તેણે અમદાવાદના આ મોટા આઈપીએસ અધિકારીના નામે રૂ. 8 કરોડનો તોડ કરવાની વાત કરી હતી. મહિલાને મદદ કરવા ના બદલામાં તેઓ કહે તેમ કરવાનું કહ્યું હતું, જેથી મહિલા એ પોતાની મદદ મેળવવા માટે તેના દબાણમાં આવી ગઈ હતી અને બીજા પત્રકાર મિત્રોને આ મહિલાના લવ જેહાદ કેસમાં એક મોટા પોલીસ અધિકારીનું નામ બળાત્કારમાં લાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આઇપીએસ અધિકારીએ બંગલામાં તેની સાથે દુષ્કર્મ કર્યું હોવા અંગેની મહિલાના નામની એફિડેવિટ તૈયાર કરાવી હતી અને તેમાં પોલીસ અધિકારીએ બે વખત બળાત્કાર કર્યો હોવાની વિગતો કરી હતી અને અધિકારીનું નામ પણ લખાવ્યું હતું. બાદમાં કોઈ કારણોસર અધિકારીનો ફોટો આ મહિલાને બતાવતા તેણે આ ફોટાવાળા અધિકારી સાહેબે તેની સાથે ખોટું કામ કર્યું નથી. તેવું એ કહેતા 28 જાન્યુઆરી 2023ના રોજ એફિડેવિટમાં સુધારો કરીને બીજા અધિકારીનું નામ નક્કી કરીને સહીઓ કરાવી લીધી હતી.

મેજિસ્ટ્રેટ સમક્ષ અધિકારીનું નામ ન લખાવવા દબાણ કરી ઊંઘની ગોળી ખવડાવી
30 જાન્યુઆરી 2023ના રોજ મહિલાને પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી 164 મુજબનું નિવેદન આપવાનું હતું. તે વખતે આરોપી જીકે પ્રજાપતિ અને હરેશ જાદવ એ મહિલાને ગમે તેમ કરી અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન ન આપવા સમજાવ્યું હતું અને મેજિસ્ટ્રેટ સમક્ષ બેભાન થઈને મુદત પડાવવા સમજાવ્યું હતું. જેના માટે હરેશ મહિલાને ઊંઘની ગોળી ખવડાવીને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનમાં કોઈ પોલીસ અધિકારીનું નામ ન લખાવવા તેને ખૂબ જ દબાણ કર્યું હતું અને જો પોલીસ અધિકારીનું નામ તમે લખાવશો તો અમારું કામ બગડી જશે અને તમને મદદ કરી શકીશું નહીં, જેના કારણે આ મહિલાને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા કોઈ અધિકારીનું નામ નહીં લખાવા જણાવ્યું હતું. જેથી મહિલાએ મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પણ અધિકારીનું નામ લખાવ્યું ન હતું.

મહિલાની જાણ બહાર એફિડેવિટમાં નવા ફકરા ઉમેર્યા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ મહિલાની જાણ બહાર એફિડેવિટમાં નવા ફકરા ઉમેરીને તેને વંચાવ્યા વગર એક ફેબ્રુઆરી 2023ના રોજ ફરીથી સહીઓ કરાવી લીધી હતી. ચાંદખેડામાં બંગલામાં રહેનાર વ્યક્તિ ઉચ્ચ પોલીસ અધિકારી ન હોવાનું જાણવા છતાં તમામ વ્યક્તિઓએ કાવતરું ગળી અને પોલીસ અધિકારીને બળાત્કારના ગુનામાં દબાણમાં લાવી રૂપિયા 8 કરોડ પડાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓએ અધિકારીઓ ને બળાત્કારના ગુનામાં ફસાવી દેવા ભય ઊભો કરવા માટે થઈ અને હરેશ જાદવ મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીની એ એફિડેવિટમાં જે પણ અધિકારીનું નામ લખ્યું હતું તેનો સંપર્ક કરવા પોલીસ ઓફિસોમાં જઈ અને તેના તાબાના તેમજ અન્ય અધિકારીનો વારંવાર સંપર્ક કર્યો હતો વચેટીયાઓનો પણ તેઓએ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પૈસા પડાવવાનું કાવતરું રચ્યું
જી કે પ્રજાપતિ, હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીએ એફિડેવિટમાં જે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો, તેની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવા માટે દબાણ ઊભું કર્યું હતું અને જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદવે પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની સાથે સાંઠગાઠ કરીને ન્યૂઝ મીડિયામાં આ પ્રસારિત કરીને પૈસા પડાવવાનું સમગ્ર કાવતરું ગયું હતું. જે મામલે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

Continue Reading

Previous: અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મિશિગન સરોવર ઉપરનું એર સ્પેસ બંધ કર્યું
Next: શહીદ જવાનોના પરિવાર માટે નિવૃત શિક્ષિકાનું રૂ. ૫૦,૦૦૦નું દાન

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.