
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગની સાથે સાથે પોતાના ડાન્સ
મૂવ્સ માટે પણ ખૂબ જાણીતા છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. જેની પર હવે શાહરુખ ખાને આસ્ક એસઆરકે સેશન દરમિયાન પ્રતિક્રિયા આપી છે
વિરાટ કોહલીએ પઠાણના ગીત પર ડાન્સ કર્યો
વેલેન્ટાઈન ડે પર શાહરુખ ખાને પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર આસ્ક એસઆરકે સેશન રાખ્યુ. આ દરમિયાન એક ચાહકે શાહરુખ ખાનને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો તે વીડિયો મેન્શન કર્યો છે, જેમાં ક્રિકેટની દુનિયાના આ બે ખેલાડી કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણના પોપ્યુલર સોન્ગ ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો સાથે જ તે ચાહકે લખ્યુ છે કે પઠાણ ડાન્સ માટે કંઈક શબ્દ કહો. જેની પર શાહરુખ ખાને રિપ્લાય આપતા લખ્યુ છે કે આ બંનેએ મારા કરતા શ્રેષ્ઠ ડાન્સ કર્યો છે. મારે વિરાટ અને જાડેજા પાસેથી શીખવુ પડશે. આ રીતે શાહરુખ ખાને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાના ડાન્સ પર પોતાનુ રિએક્શન આપ્યુ છે
‘ઝૂમે જો પઠાણ’ ગીત છે સુપરહિટ
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ પઠાણમાં લગભગ બે ગીત છે. બેશરમ રંગ અને ઝૂમે જો પઠાણ. પરંતુ શાહરુખ ખાનના ઝૂમે જો પઠાણે ચાહકોને દિવાના બનાવી દીધા છે.