Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ‘મુમતાજ’: વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલ આ અભિનેત્રી જિંદગીભર પ્રેમ માટે જ તરસતી રહી
  • ENTERTAINMENT

‘મુમતાજ’: વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલ આ અભિનેત્રી જિંદગીભર પ્રેમ માટે જ તરસતી રહી

Real February 14, 2023
image
Spread the love

મધુબાલાએ તેની માંદગીને ફિલ્મ ઉદ્યોગથી વર્ષો સુધી છૂપાવી હતી

પોતાના સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી મધુબાલાને તેમના અંગત જીવનમાં એટલી સફળતા મળી નથી જેટલી તેમને તેમના ફિલ્મી જીવનમાં મળી હતી. કારણ કે, એક સમયે મધુબાલા અભિનેતા દિલીપ કુમાર સાથે ખૂબ જ ગંભીર રિલેશનશીપમાં હતા. લગ્ન પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. તે જ સમયે, મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કહેવાય છે કે તે તેની અંતિમ ક્ષણ સુધી પ્રેમ માટે ઝંખતી હતી, જે તેને મળી ન હતી.

મધુબાલાનો જન્મ મુમતાઝ જહાન બેગમ દેહાલ્વી તરીકે નવી દિલ્હી, ભારત ખાતે 14 ફેબ્રુઆરી 1933ના રોજ અફઘાનિસ્તાનના મુસ્લિમ પરિવારમાં થયો હતો, મધુબાલાનું નાનપણનું નામ મુમતાઝ બેગમ જહાં દેહલવી હતું. તે પોતાના પેરેન્ટ્સનું અગિયાર બાળકોમાં પાંચમુ બાળક હતા. તેને કુલ 10 ભાઈ-બહેન હતા. પાંચ બહેનોમાં તે સૌથી વધુ કમાતી હતી. તેણે નાની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ કારણે તે સ્કૂલે જઈ શકી નહોતી. તેને ઉર્દૂ આવડતું હતું, પરંતુ અંગ્રેજી આવડતું નહોતું.

જે કાબુલના નવાબી પરિવારનું એક સભ્ય અને મોહમ્મદઝાયના શાહી રાજવંશની એક શાખા હતી, તેમના દાદા-દાદીને અફઘાનિસ્તાનના લશ્કર દ્વારા ભારતમાં દેશવટો આપવામાં આવ્યો હતો

મધુબાલાની સુંદરતાના ચાહકો આજે પણ છે

ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં અનારકલીનો રોલ ભજવીને મધુબાલા ચાહકોમાં લોકપ્રિય થઈ હતી.  15 વર્ષની ઉંમરે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. મધુબાલાએ માત્ર 9 વર્ષની ઉમરે બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાની શરુઆત કરી લીધી હતી. 14 વર્ષની ઉમરે લીડ રોલ મળ્યો પરંતૂ મધુબાલાની કિસ્મત ફિલ્મ મહલથી ચમકી હતી. ત્યારે મધુબાલા માત્ર 15 વર્ષના હતા.

મધુબાલાની સુંદરતાની ચર્ચા હોલીવુડમાં પણ હતી. મધુબાલાની સુંદરતાને જોઇને તેમની તુલના વિશ્વ પ્રસિદ્વ અભિનેત્રી મર્લિન મુલરો સાથે કરવામાં આવતી. તેમને વીનસ ઓફ ઇન્ડિયન સિનેમા પણ કહેવામાં આવતા હતા.

ગંભીર બીમારી

મધુબાલાને 1950માં લોહીની ઊલટીઓ થતા હૃદયની મુશ્કેલી હોવાનું બહાર આવ્યું હતું. તેઓ જન્મથી જ વેન્ટ્રીક્યુલર સેપટલ ખામી, કે જે સામાન્ય રીતે “હૃદયમાં કાણું” હતું. તે સમયે આ બીમારીની સુવિધાઓ એટલી ઉપલબ્ધ પણ નહોતી.

મધુબાલાએ તેની માંદગીને ફિલ્મ ઉદ્યોગથી વર્ષો સુધી છૂપાવી હતી, પરંતુ 1954માં અખબારો એક બનાવનો મોટા પાયે અહેવાલ આપવામાં આવ્યો હતો.

કહેવાય છે કે, મધુબાલાના છેલ્લા સમયે કિશોર કુમારે મધુબાલાને એક બંગલામાં શિફ્ટ કરી દીધી હતી અને અહીં એક નર્સ હંમેશા તેની સંભાળ રાખવા માટે હાજર રહેતી હતી. મધુબાલાની બહેન મધુર ભૂષણે એકવાર એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, મધુબાલાનો છેલ્લો સમય અત્યંત એકલતામાં વીત્યો હતો અને તે વારંવાર રડતી હતી.

મધુબાલાને એ વાતનું દુઃખ હતું કે તેને કોઈ મળવા આવતું નથી. એક સમયે તે બોલિવૂડમાં લોકપ્રિય હતી, પરંતુ બીમાર પડી તો કોઈએ તેના હાલચાલ જાણવાનો પ્રયાસ કર્યો નહીં. મધુરના કહેવા પ્રમાણે, કિશોર કુમાર મહિનામાં ભાગ્યે જ એક કે બે વાર તેને મળવા આવતા હતા. મધુબાલાનું નિધન 23 ફેબ્રુઆરી 1969ના રોજ માત્ર 36 વર્ષની વયે થયું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોલેજિયમ પર સરકારના વલણથી અમે ચિંતિત: જજોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટ
Next: દેશના આ રાજ્યમાં દરેક પરિવારને ‘યુનિક ફેમિલી આઈડી’ આપવાની તૈયારી, 18 વર્ષ થતા જ ચૂંટણી કાર્ડ ઘરે પહોંચી જશે

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.