
સ્મગલીંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ, ગુનો નોંધવા પોલીસ કમિશનરની સૂચના : વેપારીની ફરિયાદ બાદ કોન્સ્ટેબલે પૈસા પરત આપી દીધા હતા
– સ્મગલીંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
– બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ, ગુનો નોંધવા પોલીસ કમિશનરની સૂચના : વેપારીની ફરિયાદ બાદ કોન્સ્ટેબલે પૈસા પરત આપી દીધા હતા
સુરત, : સુરતની અલથાણ પોલીસ દ્વારા વેપારી પાસેથી રૂ.6 લાખ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસ કમિશનરે પીઆઈ-પીએસઆઈની ટ્રાફિક શાખામાં બદલી કરી છે.જયારે જવાબદાર બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ગુનો નોંધવા પોલીસ કમિશનરે સૂચના આપી છે.
સુરતના અલથાણ પોલીસ મથકના એક કોન્સ્ટેબલે એક વેપારીને સ્મગલીંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.6 લાખ પડાવી લીધાની ફરિયાદ પોલીસ કમિશનરને કરવામાં આવી હતી.પોલીસ કમિશનરે તેમાં ડીસીપીને તપાસનો આદેશ આપતા કોન્સ્ટેબલે પૈસા વેપારીને પરત આપી દીધા હતા.
જોકે, આ બનાવની ગંભીર નોંધ લઈ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ગતરોજ અલથાણ પીઆઈ એચ.કે ભરવાડ તેમજ પીએસઆઈ એસ.એફ.ગોસ્વામીની ટ્રાફિક શાખામાં બદલી કરી હતી.જયારે જવાબદાર બે કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને શૈલેષને સસ્પેન્ડ કર્યા હતા.હાલ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ બી.બી.કરપડાને અલથાણ પીઆઈનો ચાર્જ સોંપી પોલીસ કમિશનરે આ બનાવમાં ગુનો નોંધવા સૂચના આપી છે.