
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સિંગાપોરથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. લાલુ યાદવના સિંગાપોરથી રવાના થયાની તસવીરો સામે આવી છે. આ તસવીરો તેની પુત્રી રોહિણી આચાર્યએ તેના ટ્વિટર પર પોસ્ટ કરી છે. આ તસવીરો સાથે તેણે ભાવુક પોસ્ટ પણ લખી છે- તેણે લખ્યું, કરબદ્ધ નિવેદન હૈ… આપ સબસે બસ ઇતની વિનતી સ્વિકાર કરેં, એક બિટિયાં કે તપ કો ના જાને દેના વ્યર્થ કભી. મેરે પાપા કી સેહત કા ખ્યાલ રખના આપ લોગ સભી.
હવે લાલુ સિંગાપોરથી રવાના થયા ત્યારની તસવીરો જુઓ…
તેમની પુત્રી રોહિણી આચાર્યએ શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને લાલુના સિંગાપોરથી દિલ્હી આવવાની માહિતી આપી છે. રોહિણીએ એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા છે. મોડી રાત્રે પણ તેણે પિતા અને પુત્ર સાથે પોતાની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું – આપ સબસે એક જરૂરી બાત કરની હૈ. યહ જરૂરી બાત હમ સબોં કે નેતા આદરણીય લાલુજી કે સ્વાસ્થ્ય કો લેકર હૈ. 11 ફરવરી કો પાપા સિંગાપોર સે ભારત આ રહે હૈં. મૈં એક બેટી કે તૌર પર અપના ફર્ઝ અદા કર રહી હૂં. પાપા કો સ્વસ્થ કર આપ સબોં કે બીચ ભેજ રહી હૂં. અબ આપ લોગ પાપા કા ખ્યાલ રખીયેગા. પાપા કો સ્વસ્થ રખના અબ આપ સબકી જિમ્મેદારી હોની ચાહિએ. લાલુ યાદવ સિંગાપોરથી આજે રાત્રે દિલ્હી માટે રવાના થશે. મોડી રાત સુધીમાં તેઓ દિલ્હી પહોંચશે.
રોહિણીએ લાલુ અને પુત્ર સાથે ફોટો પણ શેર કર્યો
રોહિણી આચાર્યે સ્વસ્થ થયા બાદ લાલુ યાદવની પરત આવવાની માહિતી સાથે ટ્વીટ કર્યું છે અને એક ફોટો પણ મૂક્યો છે. આ ફોટોમાં રોહિણી પિંક કલરના કપડાંમાં છે. પિતા લાલુ યાદવ બ્લેક ટી-શર્ટમાં તેમની સાથે છે. રોહિણીનો દીકરો પણ સાથે છે. રોહિણીના આખા પરિવારે લાલુના સાજા થવા માટે ઘણું રિસ્ક લીધું છે. હવે બંને સ્વસ્થ છે.
રોહિણીએ બે મહિના પહેલાં જ તેના પિતાને કિડની ડોનેટ કરી હતી. લાલુ પ્રસાદ અને રોહિણી આચાર્યનું 5 ડિસેમ્બરે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઘરમાં બેવડી ખુશીઓ આવશે…
લાલુ યાદવ અને રાબડી દેવીના પરિવારમાં જલદી જ ખુશીઓ આવવાની છે. લાલુ પ્રસાદ દાદા અને રાબડી દેવી દાદી બનવાનાં છે. તેમના પુત્ર બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ માર્ચ સુધીમાં પિતા બની શકે છે. તેથી સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલુ-રાબડી પરિવાર માટે આ વધુ એક ખુશીનો સમય છે.
લાલુ યાદવ કિડની સહિત અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે. બે મહિના પહેલાં એનું સફળ ઓપરેશન થયું હતું. તેઓ હવે સ્વસ્થ છે. તેમના પરત ફરવાના સમાચારથી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.