Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • સુવર્ણયુગ ભણી મીટ માંડતુ અમૃતકાળનું બજેટ:ગુજરાતના ગ્રોથ એન્જિન માટે ‘5 પિલર્સ’ આધારિત બજેટ, શિક્ષણ-કૃષિ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સર્વોચ્ચ 85 હજાર કરોડની ફાળવણી
  • INDIA

સુવર્ણયુગ ભણી મીટ માંડતુ અમૃતકાળનું બજેટ:ગુજરાતના ગ્રોથ એન્જિન માટે ‘5 પિલર્સ’ આધારિત બજેટ, શિક્ષણ-કૃષિ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સર્વોચ્ચ 85 હજાર કરોડની ફાળવણી

Real February 24, 2023
mv5rstxm
Spread the love

આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો નહોતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે

છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનો વધારો
ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સ્થાપ્ના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું છે. છેલ્લા છ વર્ષમાં બજેટ 1 લાખ કરોડથી પાર થઈને 3 લાખ કરોડે પહોંચી ગયું છે. સૌ પ્રથમવાર વર્ષ 2017-18માં ગુજરાત સરકારના બજેટનું કદ 1,72,179 કરોડનું થયું હતું. ત્યાર પછીના બે વર્ષમાં બજેટનું કદ વધીને 2,17,287 કરોડે પહોંચ્યું હતું. ફરીથી બે વર્ષ બાદ એટલે કે 2023-24માં એક લાખ કરોડ વધતાં 3,01,022 કરોડનું બજેટ થયું છે. આમ છેલ્લા છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનું બજેટ વધી રહ્યું છે.

આ પણ વાંચો…પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું

બજેટ વિકસીત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારુ- પાટીલ
આ બજેટમાં નવા કોઇ કરવેરો નહીં તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજયના બજેટ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બજેટને આવકારતા જણાવ્યું, ગુજરાત રાજયનું આ બજેટ આવનાર પાંચ વર્ષના રોડ મેપને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે. આ બજેટ યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયુ છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજયના અરવલ્લી,છોટાઉદેપુર,મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પાંચ પાયા પર સરકાર કામ કરે છે
– ગરીબ માટે 2 લાખ કરોડ
– માનવ સંસાધન માટે 4 લાખ કરોડ
– વિશ્વ સ્તરની આમતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ
– કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ
– ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ

રાજ્ય સરકારનું આત્મનિર્ભર થીમ પર બજેટ!
ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મળી છે. આવા સંજોગોમાં ગુજરાતીઓની અપેક્ષા સરકાર તરફ ખૂબ જ વધી ગઈ છે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરી શકે છે. આ બજેટમાં મોંઘવારીનો માર પ્રજાને ના પડે તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી શકે છે.

વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકાર
સ્વાભાવિક છે કે, ભારતીય જનતા પાર્ટી પહેલાંથી જ વિકાસના એજન્ડા પર ચાલી રહી છે અને ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે દેશમાં પ્રસ્થાપિત કર્યું છે. ગુજરાતમાં હજુ પણ વિકાસ કરવો વધારે જરૂરી છે તેમ સરકાર માની રહી છે. ત્યારે વિકાસ કરવાના એજન્ડા સાથે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જેમાં રાજ્યના દેવામાં વધારો પણ થઈ શકે છે.

બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો
ગુજરાત બેજટના કદમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 લાખ કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 લાખ કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેનું કદ 2.50 લાખ કરોડને વટાવી શકે છે. એટલે કહી શકાય કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા
ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વખતે કરવેરાનો બોજો લાગુ કર્યા વગર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર રૂપિયા 7ની રાહત આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરાયું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વખતના બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે

પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહા

વાળું બજેટ રજૂ કરે છે. નાણાંમત્રી તરીકે કનુ દેસાઈએ 668.09 કરોડનું પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23માં રજૂ કર્યું હતું. ગત વર્ષે રજૂ કરાયેલા બજેટમાં એકપણ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધા વગર તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી હતી. એ જ રીતે આ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવશે અને 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે.

સરકાર એકસાઈઝમાં ઘટાડો પણ કરી શકે છે
છેલ્લા કેટલાક સમયથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ કારણોસર ગુજરાતના હિસ્સાની રકમમાં પણ વધારો થયો છે. એટલે કે સરકારની આવકમાં પણ વધારો થયો છે. બીજી તરફ ગુજરાત સરકાર અવનવા પ્રોજેક્ટ સાથે વિકાસને આગળ વધારવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે આવકની સામે ખર્ચમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે. આ તમામ વચ્ચે સરકાર વેટમાં વધારો કરી શકે છે. જો કે, રાહતની વાત એ પણ છે કે સરકાર એકસાઈઝમાં ઘટાડો પણ કરી શકે છે.

ગ્રામીણ વિકાસ અર્થતંત્ર ધબકતું રાખવાની જોગવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુ દેસાઈ સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, વિદેશી રોકાણ આકર્ષવા માટેની યોજના, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કોસ્ટલ હાઇવેનું નિર્માણ, બુલેટ ટ્રેન, અમદાવાદ પછી અન્ય શહેરોમાં મેટ્રો ટ્રેન, શહેરી વિકાસ સાથે ગ્રામીણ વિકાસ અર્થતંત્ર પણ ધબકતું રહે તે માટેની જોગવાઈ, મહેસુલી વિભાગમાં સુધારા, આરોગ્ય ક્ષેત્ર સારી સુવિધા અને શિક્ષણનું આધુનિકરણ તેમજ મોડેલ સ્કૂલ બનાવવા પર ભાર આપશે. પોલીસને પણ આધુનિક બનાવવા તેમજ ઉદ્યોગ અને ખાણ ખનીજ જેવા અનેક સેક્ટરના વિકાસ માટેની જોગવાઈ કરશે.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાની ખાસ વ્યવસ્થા
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ સત્રમાં પ્રાકૃતિક ખેતી માટે મહત્વની જોગવાઈ કરવામાં આવશે. કૃષિ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ગુજરાતના 33 જિલ્લામાં પ્રતિ જિલ્લા દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની યોજનાઓ જાહેર કરશે. આમ વધુમાં વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

Continue Reading

Previous: અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ નહીં:સુપ્રીમ કોર્ટે કહ્યું- મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકી શકીએ નહીં, કમિટીની રચના અંગે ટૂંક સમયમાં ચુકાદો સંભળાવાશે
Next: Gujarat Budget : બજેટમાં કરવેરાના દરમાં કોઈ વધારો નહીં

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.