
દિલ્હીમાં શાસન સાથે જોડાયેલા મુદ્દાઓને અનુલક્ષીને દિલ્હીના ઉપરાજ્યપાલ અને વી.કે. સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે ચાલી રહેલી મડાગાંઠનો હજુ અંત આવે તેમ લાગતું નથી. બંને પક્ષોમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શુક્રવારના રોજ ફરી એકવાર સક્સેના અને કેજરીવાલ વચ્ચેની સુનિશ્ચિત સાપ્તાહિક બેઠક થઈ શકી નથી.
મળતી માહિતી અનુસાર કેજરીવાલ સાંજે 4 વાગ્યે યોજાનારી બેઠક માટે ‘રાજનિવાસ’માં આવ્યા નહોતા અને આ અંગે તેમના કાર્યાલય દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી.
કેજરીવાલે અનેક મુદ્દાઓ પર LGની ટીકા કરી
તમને જણાવી દઈએ કે, AAP અને LG વચ્ચે સરકારી શાળાના શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાના પ્રસ્તાવ સહિત અન્ય ઘણા વિષયો પર વિવાદ ચાલી રહ્યો છે. AAPએ અનેક મુદ્દાઓ પર સક્સેનાની ખુલ્લેઆમ ટીકા કરી છે. બંને બંધારણીય પદાધિકારીઓ વચ્ચે સાપ્તાહિક બેઠક અને સપ્તાહથી થઈ રહી નથી.
CM અને LG વચ્ચે છેલ્લી બેઠક 13 જાન્યુઆરીના રોજ થઈ હતી
LGએ કેજરીવાલ અને સિસોદિયાને તેમની સાથે બેઠક માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ મુખ્યમંત્રીએ અન્ય AAP ધારાસભ્યોને પોતાની સાથે લેવાનો આગ્ર રાખતા આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
સક્સેનાને લખેલા પત્રમાં કેજરીવાલે તેમની સાથે એક બેઠકનું સૂચન કર્યું હતું અને ગત સપ્તાહે તેમના 10 ધારાસભ્યો અને નાયબ મુખ્ય પ્રધાનને લાવવા કહ્યું હતું. જો કે કેજરીવાલે LG સાથેની મીટિંગમાંથી પોતાને અલગ કરી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ પંજાબમાં મોહલ્લા ક્લિનિક્સનું ઉદ્ધાટન કરવાના છે. કેજરીવાલ અને LG વચ્ચે છેલ્લી મુલાકાત 13 જાન્યુઆરીના રોજ થઈ હતી.