
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી રવિવારે ૬૪માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫૦ સંસ્થાઓના ૨૦૦૦થી વધુ સ્વયં સેવક મિત્રો વ્યવસ્થા સંભાળશે. બપોરે ૩:૩૦ કલાકેથી વર કન્યા સહિત મહેમાનોનું આગમન થશે. મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે આવેલ ગોપીનગામ ગ્રાઉન્ડમાં શ્રી જયંતીભાઈ બાબરીયા ના યજમાન પદે સમૂહલગ્ન સમારોહ નું આયોજન થયું છે. લગ્ન સ્થળે ભોજન સહીત વ્યવસ્થાની તડામાર તૈયારી ચાલી રહી છે.
લવજીભાઈ બાદશાહ ના અધ્યક્ષ સ્થાને વરઘોડિયાને આશીર્વાદ આપવા ખાસ સમારોહનું આયોજન થશે. સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને મેયરશ્રી તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના હોસ્ટેલ પ્રોજેક્ટના દાતાશ્રીઓ તથા મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ તથા દાતાશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે.
ઓલમ્પિક ગેમ્સ ૨૦૨૪ માટે તૈયારી કરતી રાષ્ટ્રીય ચેમ્પિયન એથ્લેટિક્સ રનર કુ. શ્રધ્ધા કથીરીયાને તેના તાલીમ તથા ડાયટ ખર્ચ પેટે રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવનાર છે. એ સાથે લોંગ-જમ્પ માં રાષ્ટ્રીય ચેમ્પિયન કુ. કુમકુમ તથા પેરા બેડમિન્ટન ચેમ્પિયન વૈશાલીબેન પટેલને રૂ. એક એક લાખ પુરસ્કાર તરીકે અર્પણ કરવામાં આવનાર છે. નાસામાં તાલીમ તથા સ્પેસ આર્કીટેક તરીકે સ્થાન મેળવનાર કુ. ધ્રુવી કિશોરભાઈ જસાણી તથા કુ. કૃતિ રજનીકાંતભાઈ ભીંગરાડિયાને હરિઓમ આશ્રમ સુરત તરફથી અઢી-અઢી લાખ રૂપિયાના ચેક પુરસ્કાર તરીકે અર્પણ થશે.
કમાન્ડો યુગલ આકર્ષણનું કેન્દ્ર બનશે
દેશ માટે લડતા કમાન્ડો યુગલ સમૂહલગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાશે. તે યુગલ એન.એસ.જી. કમાન્ડો નયના ધાનાણી તથા કમાન્ડો નિકુંજને દાતાશ્રીઓના સહયોગથી રૂ. પાંચ લાખનો ચેક અર્પણ થશે. તેમ જ સ્ટેજ ઉપર તેમની હાજરીમાં રાષ્ટ્રગીતના ગાન પછી જ લગ્ન-વિધિનો પ્રારંભ થશે.
નાના માણસણી મોટી સેવા
મંડપ-લાઇટ-જનરેટર-ડેકોરેશન-સાઉન્ડ વગેરેનું ભાડું લેવામાં આવતું નથી તેની ભાડાની રકમ તેઓ સમાજના હોસ્ટેલ પ્રોજેક્ટમાં દાન પેટે આપશે. આમ વિના મુલ્યે કાર્ય કરતા નાના માણસની મોટી સેવાને પણ બિરદાવવામાં આવનાર છે.
સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર લગ્નોત્સવ નથી. સમૂહ લગ્નના માધ્યમથી લોકોને જાગૃતિ અને પ્રેરણા આપવાનું મહત્વનું કામ થાય છે. સફાઈ જાગૃતિ, વ્યસન મુક્તિ, પુસ્તક વાંચન, કેન્સર જાગૃતિ તથા નેત્ર રક્ષા જાગૃતિ ઉપરાંત સિનિયર સિટીઝન માટે જાગૃતિ વગેરેનો સમારોહ કરેલ છે. સારા કામની જાગૃતિ મળે તે માટે વિવિધ સેવા ગૌરવ એવા મહાનુભાવોનું અભિવાદન થશે. ઉપરાંત યુવાનોને પ્રેરણા મળે તે માટે સિદ્ધિ ગૌરવના પરિચય તથા સન્માન કરવામાં આવનાર છે.
સમૂહ લગ્નોત્સવની વ્યવસ્થા
- યુગલોની સંખ્યા :- ૮૮
- કુલ માનવ સમુદાય :- ૨૦,૦૦૦ લોકો
- સેવાભાવી સંસ્થા :- ૧૫૦
- સ્વયંમ સેવક મિત્રો :- ૨૦૦૦ થી વધુ
- જન જાગૃતિ માટે ૮ થી વધુ સ્ટોલ્સ છે.
- લગ્નોત્સવ પ્રસંગે :- યજમાન પરિવારના બે સંતાનોની ચાંદલા વિધિ પણ છે.
- દરેક ૮૮ લગ્ન મંડપમાં જયંતીભાઈ નામના ૮૮ અગ્રણીઓ આશીર્વાદ આપવા જશે.
- દરેક કન્યાને કરિયાવરમાં મંગલ ચિત્ર સંપુટ સેટ આપવામાં આવશે.
- રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ખેલાડીઓને આર્થિક પુરસ્કાર સાથે સન્માન
- બપોરે ૩:૩૦ કલાકે વર-કન્યાના આગમન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે.
- રાત્રે ૮:૩૦ કલાકે કન્યા વિદાય સાથે કાર્યક્રમનું સમાપન થશે.
🔴Live શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજીત 64 માં સમૂહ લહ્નોત્સવ ” જિંદગી નીહાળીયે નવી નજરે “નું જીવંત પ્રસારણ (યુ ટુયુબ) પર માણી શકશો, તેમજ
🔴 https://www.facebook.com/RealNetworksurat/live_videos/ (ફેસબૂક) પર માણી શકશો..
વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડી સમાજના આ ઉમદા કાર્યને વધાવીએ…