Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ધોરણ 1 થી 8 ગુજરાતી વિષય ફરજીયાત કરાશે, સરકાર વિધાનસભા સભાના સત્રમાં બિલ લાવશે
  • GUJARAT

ધોરણ 1 થી 8 ગુજરાતી વિષય ફરજીયાત કરાશે, સરકાર વિધાનસભા સભાના સત્રમાં બિલ લાવશે

Real February 22, 2023
mziz4hgv
Spread the love

જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નથી આવતો તેની સામે કાર્યવાહી થશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. તે પહેલાં આજે કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં આવતીકાલે રજૂ થનારા વિધેયકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ઈમ્પેક્ટ ફી સુધારા વિધેયક બિલ અને ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલલાવવા અંગેની ચર્ચાઓ કરાઈ હતી.

વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બનશે
ગઇકાલે ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદના અને સમન્વયની ભાષા છે. વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહ્યાં છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે.

તમામ બોર્ડની સ્કૂલોમાં આ નિયમ ફરજીયાત થશે
આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપતાં કહ્યું હતું કે, ધોરણ 1 થી 8 ગુજરાતી વિષય ફરજીયાત અભ્યાસ કરાશે.રાજ્યમાં ચાલતી તમામ બોર્ડની સ્કૂલોમાં આ નિયમ ફરજીયાત થશે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નથી આવતો તેની સામે કાર્યવાહી થશે’

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી.  ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે ‘ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મહીસાગરમાં જાનૈયાને લઈને જતો ટેમ્પો ખાડીમાં ખાબક્યો, 8 લોકોના મોત
Next: રૂ.6 લાખના તોડકાંડમાં અલથાણ PI, PSI ની ટ્રાફિક શાખામાં બદલી

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.