
સુપ્રીમકોર્ટે યુપીમાં લાઈસન્સ વગરના હથિયારો રાખવા મામલે સુઓમોટો હાથ ધરી હતી. સુપ્રીમકોર્ટે કહ્યું કે યુપીમાં બિન લાઈસન્સી હથિયારોનું ચલણ હેરાન કરી મૂકે તેવું છે. આ ભારત છે અમેરિકા નહીં જ્યાં હથિયાર રાખવા મૌલિક અધિકાર હોય.
સુપ્રીમકોર્ટ લાલઘુમ
સુપ્રીમકોર્ટે લાલઘુમ થતા કહ્યું કે યુપી સરકાર જણાવે કે લાઈસન્સ વગરના હથિયાર રાખવા મામલે કેટલાં કેસ નોંધાયા છે? રાજ્ય સરકારે લાઈસન્સ વગરના હથિયારો પર રોક લગાવવા માટે કયા પગલાં ભર્યા છે? ખાસ વાત તો એ છે કે સુપ્રીમકોર્ટે આ પગલું હત્યાના એક આરોપીની જામીન અરજી પર ભર્યું હતું.
યુપીમાં જ હથિયારો સંબંધિત ઘટનાઓ કેમ બની રહી છે: સુપ્રીમકોર્ટનો સવાલ
કોર્ટે પૂછ્યું કે છેવટે કેમ યુપીમાં હથિયારો સંબંધિત ઘટનાઓ બને છે. હવે યુપી સરકાર આ મામલે બે અઠવાડિયામાં જવાબ આપે. ખરેખર યુપીમાં ગન કલ્ચર અંગે પહેલાથી સવાલો ઊઠતાં રહ્યા છે પણ હવે યુપી સરકારે તેના પર ફરજિયાત જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે 2021માં દેશભરમાંથી 71,458 ગેરકાયદે હથિયારો જપ્ત કરાયા હતા. તેમાંથી ફક્ત એકલા યુપીમાંથી 33,178 ગેરકાયદે હથિયારો જપ્ત કરાયા હતા. જે દેશભરમાંથી જપ્ત કરાયેલા હથિયારોના 46 ટકા થાય છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે યુપીમાં ગેરકાયદે હથિયારોનું કેટલું મોટું નેટવર્ક ચાલે છે.