
આ ટેસ્ટ મેચ ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટ મેચ છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી ટેસ્ટનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યુ હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી અશ્વિને 2 અને શમીએ 1 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ 50 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 94 રન થયો છે.
ભારત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કે.), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન