Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • અનોખા લગ્ન : વહુ ને ખરા અર્થમાં દીકરી ગણી પરણાવી – જેઠે ભાઈ બની જવતલ હોમ્યા
  • AZAB-GAZAB
  • GUJARAT

અનોખા લગ્ન : વહુ ને ખરા અર્થમાં દીકરી ગણી પરણાવી – જેઠે ભાઈ બની જવતલ હોમ્યા

Real February 16, 2023
WhatsApp Image 2023-02-16 at 4.33.33 PM
Spread the love

મૂળ સૌરાષ્ટ્રના બળેલ પીપળીયા ના વતની એવા શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ  દુધાતના નાના દીકરા હાર્દિક ના લગ્ન કુંકાવાવ ના વતની શ્રી વાલજીભાઈ લક્ષ્મણભાઈ ઠુંમર ની દીકરી મહેશ્વરી સાથે તારીખ ૧૪-૦૨-૨૦૨૩ ના રોજ યોજાયા હતા કન્યાના માતા-પિતા શ્રીમતિ ભાવનાબેન તથા શ્રી વાલજીભાઈ ઠુંમર ને સંતાનમાં માત્ર દીકરી હતી. દીકરો નથી. તેથી દીકરાને પરણાવવાના કોડ હોય તે સ્વભાવિક છે અને વરરાજા ના માતા પિતા શ્રી રમેશભાઈ તથા શ્રીમતિ કિરણબેનને દીકરી નથી. તેથી વર-કન્યાની જાણે અદલાબદલી કરી કન્યાપક્ષે દીકરાને પરણાવવાના કોડ પૂરા કરવા અને વરપક્ષે દીકરીના કન્યાદાનનો હરખ પૂરો થાય તેવી સમજણ થઇ અને રચાયો અનોખો લગ્નોત્સવ…. લોકો જોતા રહી ગયા હતા.

લગ્નમાં કન્યા તરફના મહેમાનો વરરાજાને લઈ ટોલ વગાડતા મંડપે આવ્યા હતા, અને દીકરાના માતા-પિતા અને મહેમાનો કન્યાને લઈ જાનનુ સામૈયુ લઈને આવકારવા ગયા હતા. માત્ર ઔપચારિકતા ન રહે તે માટે દીકરા ના મોટાભાઈ ભાર્ગવ  દુધાત જે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર છે.તેમણે જવતલ હોમી ભાઈ તરીકેની ફરજ નિભાવી હતી.કન્યાને ભાઈની ખોટ પાડવા દીધી ન હતી. શ્રી રમેશભાઈ તથા શ્રીમતિ કિરણબેને  વહુ ને પોતાના ઘેર દીકરી તરીકે લઈને ગયા હતા.

સામાજિક પરિવર્તન તરફ દિશા આપતી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના પ્રમુખ શ્રી કાનજીભાઈ આર. ભાલાળ તથા અશ્વિનભાઈ ગજેરા વગેરે ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા તથા બંને પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ સામાન્ય રોજગાર ધરાવતા શ્રી રમેશભાઈ દુધાતે બંને દીકરાને ભણાવીને એકને R.T.O ઇન્સ્પેક્ટર તરીકે અને બીજા દીકરા ભાર્ગવ ને ગુજરાત ગેસ કંપની માં નોકરી સુધી પહોંચાડ્યા છે ખૂબ સમજણો આ દુધાત પરિવારે જન સમાજને મોટો સંદેશ આપ્યો છે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: હજીરા અને અન્ય ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટનું પાણી પુરૂ પાડી વાર્ષિક 750 કરોડની આવક થઈ શકે : પરેશ પટેલ
Next: Google બાદ YouTube પર ભારતીયનો દબદબો, નીલ મોહન બની શકે નવા CEO

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.