
સંઘના સહ સરકાર્યવાહક ડો.કૃષ્ણ ગોપાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
કંગાળ થયેલા પાકિસ્તાનની આર્થિક તંગી બાબતે સંઘે સરકારને પાડોશી ધર્મ નિભાવવા માટેની સલાહ આપી છે. સંઘના સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ દરમિયાન ભારત તેમને 10-20 ટન ઘઉં મોકલી શકે છે. ડો. કૃષ્ણ ગોપાલ ફિલ્મ પ્રોડ્યુસ ઈકબાલ દુર્રાનીના દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે સંઘના ઈન્દ્રેશ કુમાર પણ હાજર હતા.
પાકિસ્તાનની સ્થિતિ પર સંઘ સહ સરકાર્યવાહકે જણાવી 3 વાત…
1. 70 વર્ષ પહેલાં આપણી સાથે જ હતા
કૃષ્ણ ગોપાલે કહ્યું- પાકિસ્તાનમાં લોટનો ભાવ 250 રૂપિયે કિલો થઈ ગયો છે. અમને દુઃખ થાય છે. આપણે તેમને લોટ મોકલી શકીએ છીએ. ભારત 25-50 ટન ઘઉં તેમને આપી શકે છે. તેઓ માગી શકતા નથી. ગોપાલે વધુમાં કહ્યું હતું કે 40 વર્ષ પહેલાં તેઓ આપણી સાથે જ હતા.
2. પાકિસ્તાન લડે છે છતાં પણ અમે ઈચ્છીએ છીએ કે તેઓ સુખી રહે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન આપણી સામે લડતું રહે છે. તેણે ભારત સાથે 4 યુદ્ધ કર્યાં છે. હુમલો પાકિસ્તાન જ કરે છે. તેઓ દિવસ અને રાત આપણું અપમાન કરી રહ્યા છે તો પણ અમે ઈચ્છીએ છીએ કે તેઓ સુખી રહે.’
3. પાકિસ્તાન માગતું નથી, પણ આપણે ઘઉં મોકલવા જોઈએ
સહ સરકાર્યવાહકે કહ્યું, ‘બંને દેશ વચ્ચેના આ અંતરનો શું ફાયદો? અમે તો ઈચ્છીએ છીએ કે તેમને ત્યાં કોઈ કૂતરો પણ ભૂખ્યો ન રહે. અમે સર્વ ભવન્તુ સુખિનઃ માં વિશ્વાસ રાખતા દેશમાંથી છીએ. પાકિસ્તાન આપણી પાસે માગતું નથી, પણ ભારતે તેને ઘઉં મોકલવા જોઈએ. ભારતની ધરતી પર કોઈપણ વ્યક્તિ ભલે તે જૈન, શીખ, વૈષ્ણવ, આર્ય સમાજ, બધા જ સર્વે ભવન્તુ સુખિન: વિના અધૂરા છે.
કંગાળ થયેલા પાકિસ્તાન બાબતના અન્ય સમાચાર પણ વાંચો..
પાકિસ્તાનના PM-મંત્રીઓ વેતન નહીં લે: શાહબાઝ શરીફે નેતાઓને કહ્યું- વીજળી, પાણી અને ગેસનાં બિલ જાતે ભરો; શક્તિશાળી સૈન્ય બાબતે મૌન સેવ્યું
કંગાળ થયેલા પાકિસ્તાનને બચાવવા માટે હવે માત્ર 3 અબજ ડોલરની ફોરેન રિઝર્વ (થાપણો) સાથે છેલ્લા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે રાત્રે સરકારી ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે જોડાયેલી મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- હું અને બાકીના કેબિનેટ મંત્રીઓ વેતન લઈશું નહીં. તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના ખિસ્સામાંથી વીજળી, પાણી, ગેસ અને ટેલિફોનનાં બિલ ચૂકવશે.
પાકિસ્તાનીઓ મોદીને PM બનાવવા માગે છે: જનતાએ કહ્યું- અમને ઈમરાન, શાહબાઝ નહીં, પણ મોદી જોઈએ છે; અમારાં બાળકોને ખવડાવી તો શકીશું,
પાકિસ્તાની યુટ્યૂબર સના અમજદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતો જોવા મળ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન હોત તો ત્યાંના લોકો યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શક્યા હોત.