Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવાશે, સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું
  • GUJARAT

રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવાશે, સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું

Real February 28, 2023 1 minute read
9k7ij2py
Spread the love

ગુજરાતી વિષયને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી

અમલ ન કરનાર શાળા સામે દંડ અને સજાની જોગવાઈ રાખાવામાં આવી

ગુજરાતની રાજ્યભરની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દ્વારા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજીયાત કરવામાં આવશે. આજે આ માટે ગાંધીનગરમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ છે. એક બેઠક સવારે યોજાશે જ્યારે બીજી બેઠક બપોરે યોજાશે.

ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓ

  • તમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી  ભણાવવું ફરજિયાત
  • પ્રથમ વખત નિયમના ભંગ બાદ રૂ. 50,૦૦૦નો દંડ
  • બીજી વખત નિયમના ભંગ બાદ  રૂ. 1,૦૦,૦૦૦નો દંડ
  • ત્રીજી વખત નિયમના ભંગ બાદ રૂ. 2,૦૦,૦૦૦નો દંડ
  • ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ
  • રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે
  • વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ
  • કાયદાનો અમલ માટે નાયબ નિયામકની નિમણૂક
  • ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે
  • CBSEની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને લઈ જાહેર હિતની અરજી કરાઈ હતી

ગુજરાતી ભાષા ફરજિયાત માટે આજે વિધાનસભા ગૃહમાં સરકાર બિલ રજૂ કરશે. આગામી દિવસોમાં રાજ્યભરની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ આજે બિલ રજૂ કરવામાં આવશે. આ બિલમાં ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓ માટે દંડ અને સજાની જોગવાઈ રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી વિષયને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જે બાદ હાઈકોર્ટે સરકારને આ અંગે ટકોર કરવામાં આવી હતી.

શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે 

ગુજરાત રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યની સીબીએસસી શાળાઓ અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા જો કોઈ શાળા ભણાવશે નહીં તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડની જોગવાઈ મુજબ એક્શન લેવામાં આવશે. પ્રથમ બે વખત શાળાને નાણાકીય દંડની જોગવાઈ રાખવામાં આવી છે. ત્રીજીવાર નિયમનું પાલન ન કરે તો પ્રતિ દિવસના દંડની અને પેનલ્ટીની જોગવાઈ બિલમાં રાખવામાં આવી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: RSSએ કહ્યું- પાકિસ્તાનને 10-20 ટન ઘઉં મોકલી દો:સંઘના સહ સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે કહ્યું- ભારત પાડોશી ધર્મ નિભાવે
Next: ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા મામલે વિશ્વમાં ભારત સૌથી ટોપમાં, જુઓ કયા રાજ્યમાં સૌથી વધુ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.