
સુરતના મક્કાઈપુલ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે યુવતીને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડી હતી.
મકક્કાઈ પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું
સુરતના મક્કાઈપુલ પરથી એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. યુવતીને તાપી નદીમાં કૂદતી જોઈ ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. આ દરમિયાન ત્યાં સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી યુવતીને બચાવી લીધી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયી હતી.
છલાંગ લગાવવા પાછળનું કારણ અંકબંધ
ફાયર વિભાગની ટીમે યુવતીને તાપી નદીમાંથી બહાર કાઢી હતી અને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ યુવતી ઉમરવાડા વિસ્તારની રહેવાસી અને તેની ઉમર 19 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેણીએ આ પગલું કેમ ભર્યું તે હાલ જાણી શકાયું નથી. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.