
વિપ્રોએ નોકરી પર જોડાવાની રાહ જોઈ રહેલા ફ્રેશર્સને ઓફર કરેલી સેલરીમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે. એવું મનાય છે કે વિપ્રોનો આ નિર્ણય વૈશ્વિક માઈક્રો ઈકોનોમિક અનિશ્ચિતતાઓ અને ટેક કંપનીઓ સામેના પડકારોને દર્શાવે છે. NITESએ વિપ્રોના પગલાને અન્યાયી અને અસ્વીકાર્ય ગણાવ્યું છે. NITESએ માગ કરી છે કે IT કંપનીએ તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
પગારની ઓફરમાં 50 ટકાનો ઘટાડો
આઈટી સેક્ટની જાયન્ટ કંપનીઓમાં સામેલ વિપ્રોએ તાજેતરમાં એવા ઉમેદવારોનો ફરીથી સંપર્ક સાધ્યો હતો જેઓ નોકરી પર જોડાવાની તૈયારી કરી રહ્યા હતા. તેમને કંપનીએ પૂછ્યું કે શું તેઓ વાર્ષિક પેકેજ તરીકે રૂ. 6.5 લાખ (LPA)ને બદલે વાર્ષિક પેકેજ તરીકે રૂ. 3.5 લાખની ઓફર સ્વીકારશે કે કેમ?ઉલ્લેખનીય છે કે આ ઉમેદવારોને કંપની દ્વારા ઓફર લેટર્સ જારી કરી દેવાયા હતા તેઓ નોકરી પર જોડાવાની તૈયારીમાં જ હતા.
આઈટી સેક્ટર કર્મચારી યુનિયને વાંધો ઊઠાવ્યો
આઈટી સેક્ટર કર્મચારી યુનિયન NEET એ આ પગલાને અન્યાયી ગણાવ્યું છે. NEETએ તેને નિષ્પક્ષતા અને પારદર્શિતાના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું છે. NEET એ માંગ કરી છે કે મેનેજમેન્ટ તેના નિર્ણય પર પુનર્વિચાર કરે અને ઉકેલ શોધવા માટે યુનિયન સાથે અર્થપૂર્ણ વાટાઘાટો કરે.
વિપ્રોએ સ્પષ્ટતા કરી
વિપ્રોએ કહ્યું કે ‘અમે વૈશ્વિક અર્થતંત્ર અને ગ્રાહકોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ, જે અમારી ભરતી યોજનાનો આવશ્યક ભાગ છે. અમે તમારી પ્રતિબદ્ધતા અને ધૈર્યની પ્રશંસા કરીએ છીએ. અમે તમારા માટે નવી તકો ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ. વિપ્રોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે થોડા પ્રોજેક્ટ એન્જિનિયરની ભૂમિકા છે જેને વાર્ષિક 3.5 લાખનું પેકેજ આપી શકાય. અમે FY23 બેચમાં અમારા તમામ નવા ગ્રેજ્યુએટ્સને આ ભૂમિકાઓ પસંદ કરવા માટે તક આપવા માંગીએ છીએ.