Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ચીનમાં પણ સોશ્યલ મીડિયા યૂઝર્સ વચ્ચે છવાયા પીએમ મોદી, આ ઉપનામથી કરે છે સન્માનિત
  • INDIA

ચીનમાં પણ સોશ્યલ મીડિયા યૂઝર્સ વચ્ચે છવાયા પીએમ મોદી, આ ઉપનામથી કરે છે સન્માનિત

Real March 20, 2023 1 minute read
rayqqwby
Spread the love

ચીનમાં લોકો આપણા PMને ‘મોદી લાઓક્સિયન’ કહે છે, જેનો અર્થ છે મોદી અમર છે

જ્યારે બંને દેશોના સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોમાં આટલું સન્માન મળવું ખરેખર મોટી વાત છે

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ છતાં ચીનના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિશેષ સન્માન ધરાવે છે. અમેરિકી મેગેઝિન ‘ડિપ્લોમેટ’માં છપાયેલા એક લેખ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીનના લોકો આદરપૂર્વક ‘મોદી લાઓક્સિયન’ કહે છે, જેનો અર્થ છે ‘મોદી અમર છે’. હાલમાં જ્યારે બંને દેશોના સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોમાં આટલું સન્માન મળવું ખરેખર મોટી વાત છે.

ચીની લોકો શું કહે છે

ડિપ્લોમેટમાં લખાયેલો આ લેખ જણાવે છે કે ‘ભારતને ચીનમાં કેવી રીતે જોવામાં આવે છે?’ ચાઇનીઝ સોશ્લ મીડિયા  ખાસ કરીને સિના વેઇબો (ચીનમાં ટ્વિટર જેવું જ) તેના વિશ્લેષણ માટે પ્રખ્યાત પત્રકાર મુ ચુનશાને પણ પીએમ મોદી વિશે ઘણું બધું કહ્યું છે. ચુનશાનના જણાવ્યા મુજબ, મોટાભાગના ચીનના લોકોને લાગે છે કે મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વના મોટા દેશો વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. સિના વેઈબોના 582 મિલિયનથી વધુ સક્રિય યૂઝર્સ છે.

મોદી સૌથી અલગ 

ચુનશાન કહે છે કે ચાઈનીઝ ઈન્ટરનેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક અલગ ઉપનામ છેઃ ‘મોદી લાઓક્સિયન’. લાઓક્સિઅન અમુક વિશેષ ક્ષમતાઓ ધરાવતા વૃદ્ધ અમર માણસનો ઉલ્લેખ કરે છે. ચીનમાં ઈન્ટરનેટ યૂઝર્સને લાગે છે કે મોદી અન્ય નેતાઓની તુલનામાં અલગ અને આશ્ચર્યજનક પણ છે. ચુનશાન તેમના (પીએમ મોદીના) પહેરવેશ અને શારીરિક દેખાવ બંને તરફ ધ્યાન દોરે છે, જેમને લાઓક્સિયન તરીકે જોવામાં આવે છે અને તેમની કેટલીક નીતિઓ ભારતની અગાઉની નીતિઓથી અલગ છે.

મોદીએ છાપ છોડી

અન્ય મોટા દેશો સાથેના ભારતના સંબંધો અંગે તેમણે કહ્યું કે રશિયા હોય, અમેરિકા હોય કે ગ્લોબલ સાઉથના દેશો હોય ભારતના તે બધા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે, જેની કેટલાક ચીની નાગરિકો ખૂબ જ પ્રશંસા કરે છે. ચુનશાને લખ્યું કે તેથી ‘લાઓક્સિઅન’ શબ્દ મોદી પ્રત્યે ચીનની જનતાની લાગણી દર્શાવે છે, જે જિજ્ઞાસા, વિસ્મયનું સંયોજન છે. હું લગભગ 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય મીડિયાને કવર કરી રહ્યો છું અને ચીની લોકો માટે કોઈ વિદેશી નેતાને ઉપનામ મળવું એ મોટી સિદ્ધી સમાન બાબત છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમણે ચીનની જનતાના જનમત પર છાપ છોડી છે.

સિના વેઇબો પર પીએમનું એકાઉન્ટ?

મોદી ચીનમાં પણ પ્રખ્યાત છે, કારણ કે તેમનું સિના વેઇબો (ટ્વિટર જેવું) એકાઉન્ટ હતું અને તેના દ્વારા તેઓ ચીનની જનતા વચ્ચે તેમના અભિપ્રાય રજૂ કરે હતા.  આ એકાઉન્ટ 2015માં બનાવવામાં આવ્યું હતું અને તેના 2.44 લાખથી વધુ ફોલોવર છે. જોકે, ભાજપના મહાસચિવ (સંગઠન) બી. એલ. સંતોષના કહેવા પ્રમાણે ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ તેમણે જુલાઈ 2020માં વેઈબો છોડી દીધું હતું.

 

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જે પાકિસ્તાની ડૉક્ટર ન કરી શક્યા એ ગુજરાતીએ કરી બતાવ્યું:’પટેલ સાબ, મેરી અમ્મી કો બચા લો’, અજાણી યુવતીનો મેસેજ આવ્યો ને સુરતમાં બેઠેલા ડૉક્ટરે ત્રણ પાકિસ્તાનીના જીવ બચાવી લીધા
Next: ઈમરજન્સી હોય કે કુદરતી આફત, મોબાઈલ પર મળશે એલર્ટ, બ્રિટન કરશે સિસ્ટમનું પરીક્ષણ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.