
લોકશાહીમાં શાસક પક્ષ અને વિપક્ષ એમ બંનેનું મહત્ત્વ સમાન જ હોય છે
ભારતના લોકતંત્રની સુંદરતાને દર્શાવતી એક ઘટના બની જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે
લોકશાહીમાં શાસક પક્ષ અને વિપક્ષ એમ બંનેનું મહત્ત્વ સમાન જ હોય છે. તેમાંથી જો કોઈ એક પણ ન હોય તો બીજાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. બિહાર વિધાનસભામાં આ વાત સાચી સાબિત થતી દેખાઈ. ભારતના લોકતંત્રની સુંદરતાને દર્શાવતી એક ઘટના બની જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે.
ભાજપે સત્રનો બહિષ્કાર કર્યો હતો
ખરેખર બુધવારે બિહાર વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતા પહેલા જ ભાજપે ગૃહનો બહિષ્કાર કરી દીધો હતો. ભાજપ તેના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અંગે દેખાવ કરી રહ્યો હતો. ગૃહની પ્રથમ શિફ્ટમાં રાજદ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી અને જેના બાદ મામલો બગડ્યો હતો.
સત્તા પક્ષે કહ્યું ભાજપની ગેરહાજરી વિના ગૃહ સૂનુ લાગે છે
ગૃહની પ્રથમ શિફ્ટની કાર્યવાહી વિપક્ષ વગર જ ચાલી હતી. બીજી શિફ્ટમાં પણ ભાજપના ધારાસભ્યો ગૃહમાં ન આવ્યા. તેના પછી મંત્રી વિજય ચૌધરીએ બિહાર વિધાનસભાના અધ્યક્ષને કહ્યું કે વિપક્ષ એટલે કે ભાજપની ગેરહાજરી વિના ગૃહ સૂનુ લાગે છે. વિપક્ષ વગર ગૃહ કેવી રીતે ચાલશે. તેમને અહીં આવવા આગ્રહ કરવો જોઈએ.
કોંગ્રેસ ધારાસભ્ય ભાજપના સભ્યોને બોલાવવા ગયા
તેના પછી ગૃહની અંદરથી આસન એટલે કે બિહાર વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીએ ભાજપને ગૃહમાં આવવાની અપીલ કરી. તેમણે કોંગ્રેસ ધારાસભ્ય અજીત શર્માને ભાજપના ધારાસભ્યોને ગૃહમાં મનાવીને લાવવાની જવાબદારી સોંપી. કોંગ્રેસ ધારાસભ્યો ગયા અને ભાજપના ધારાસભ્યોને મનાવી લાવ્યા.
સ્પીકર બોલે – આપ આએ, બહાર લાએ
તેની થોડીકવાર પછી ભાજપના સભ્ય બિહાર વિધાનસભામાં આવ્યા. આ જોઈ મંત્રી વિજય ચૌધરી ખુબ જ ખુશ થયા અને ભાજપના સભ્યોનું ઉષ્માભેર સ્વાગત કર્યું. વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીએ શેરો-શાયરીથી ભાજપના ધારાસભ્યોનું સ્વાગત કર્યું અને કહ્યું કે આપ આએ ઓર બહાર લાએ.