Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • અસ્તિત્વનું જોખમ! 2022માં આ દેશમાં જેટલા લોકો જન્મ્યા એના કરતાં બમણાં મૃત્યુ પામ્યા
  • TECH

અસ્તિત્વનું જોખમ! 2022માં આ દેશમાં જેટલા લોકો જન્મ્યા એના કરતાં બમણાં મૃત્યુ પામ્યા

Real March 6, 2023
3m6eh00h
Spread the love

ઘટતી વસતી જાપાન માટે મોટો પડકાર બની, અહીં વૃદ્ધોની વસતી પણ ચિંતાજનક

ગત વર્ષે જાપાનમાં 8 લાખ બાળકો જન્મ્યા હતા અને 15 લાખ 80 હજાર લોકો મૃત્યુ પામ્યા

આ રીતે તો જાપાનનું અસ્તિત્વ જ મટી જશે…! જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સલાહકારે આ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં જે ઝડપે જન્મદર ઘટી રહ્યો છે તેનાથી આ સંકટ પેદા થઈ શકે છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં દેશની સામે સામાજિક સુરક્ષા અને અર્થતંત્ર સામે ગંભીર સંકટ પેદા થઈ શકે છે.

જાપાનના વડાપ્રધાનના સલાહકારે શું કહ્યું…. 

કિશિદાની સલાહકાર મસાકા મોરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે જો આવું જ ચાલતું રહેશે તો એક દિવસ દેશ જ ગાયબ થઈ જશે. તેમણે કહ્યું હતું કે દેશમાં જન્મદર ગત વર્ષની તુલનાએ ખૂબ જ ઓછો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં જન્મદરમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે.

મસાકા મોરીએ ઘટતા જન્મદર અંગે વ્યક્ત કરી ચિંતા 

મસાકા મોરીએ કહ્યું કે જે રીતે જન્મદર ઘટી રહ્યો છે તે ચિંતાજનક છે. તેના માટે લોકોએ જાગૃત થવું પડશે. તેમણે કહ્યું કે ગત વર્ષે એટલે કે 2022માં જેટલા લોકો દેશમાં જન્મ્યા તેના કરતાં બમણાં લોકો મૃત્યુ પામી ગયા હતા. ગત વર્ષે જાપાનમાં 8 લાખ બાળકો જન્મ્યા હતા અને 15 લાખ 80 હજાર લોકો મૃત્યુ પામી ગયા હતા. તેમણે કહ્યું કે આપણે બાળકો અને પરિવાર સંબંધિત ખર્ચ બમણો કરવો પડશે. આ ઘટાડો આપણા અનુમાનથી અનેક ગણો વધારે છે.

હાલમાં જાપાનની વસતી કેટલી ?

હાલ જાપાનની વસતી 12.46 કરોડ છે. જ્યારે 2008માં જાપાનની કુલ વસતી 12 કરોડ 40 લાખ હતી. આ રીતે સતત ઘટાડાનો દોર યથાવત્ છે. આટલું જ નહીં આ વસતીમાં પણ વૃદ્ધોની સંખ્યા વધારે છે. તેના લીધે વર્કફોર્સ ઘટી રહી છે અને આ અર્થતંત્ર સામે મોટો પડકાર છે. હાલમાં જાપાનમાં 29 ટકા લોકો એવા છે જેમની વય ૬૫થી વધુ છે. દ.કોરિયામાં જન્મદર સૌથી ઓછો છે. પણ જાપાનની વસતીમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મનીષ સિસોદિયા 20 માર્ચ સુધી તિહાર જેલમાં રહેશે:દારૂ પોલિસી કેસમાં CBIએ કસ્ટડી માગી ન હતી, કહ્યું- 15 દિવસ પછી જરૂર પડી શકે છે
Next: રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ અંગે સરકારનો જવાબ, મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં થયો ઘટાડો

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.