
જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૩-૦૩-૨૦૨૩ના રોજ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સભારંભનુ આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યુ હતુ.
મુખ્ય મહેમાન તરીકે જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના માનદ્ મંત્રી અશ્વિનભાઇ પટેલ, કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણી તેમજ કોલેજના તમામ શૈક્ષણિક અને વહિવટી સભ્યો હાજર રહયા હતા. વિદાય સંભારંભમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ તેમનામાં રહેલ ટલેન્ટ સ્વરૂપે ડાન્સ, ગીત રજુ કરયા હતા તેમજ કોલેજકાળના ત્રણ વર્ષના સંસ્મરણોને વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ. હેમાદ્રી ટીકાવાલાએ કયુ હતુ. અંતે બધા ભેગા મળી સુરૂચિ ભોજન લઇ કાર્યક્રમનું સમાપન થયું હતું.