Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • 189 જેટલી ગુજરાતી ફિલ્મોને સરકારે 47 કરોડની સહાય ચૂકવી, ચાલુ વર્ષે 43 ફિલ્મોને સહાય ચૂકવાશે
  • BUSINESS

189 જેટલી ગુજરાતી ફિલ્મોને સરકારે 47 કરોડની સહાય ચૂકવી, ચાલુ વર્ષે 43 ફિલ્મોને સહાય ચૂકવાશે

Real March 24, 2023 1 minute read
033n5ph8
Spread the love

ગુજરાતી ફિલ્મોને ગ્રેડ અનુસાર પાંચ લાખથી લઈને 75 લાખની સહાય ચૂકવાય છે

ગાંધીનગર, 24 માર્ચ 2023 શુક્રવાર

વિધાનસભા ખાતે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 189 ગુજરાતી ચલચિત્રોને 47 કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે 43 ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.

ગુજરાતી ફિલ્મોને ગ્રેડ પ્રમાણે સહાય ચૂકવાય છે
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016થી આ સહાય આપવાની નીતિ કાર્યરત છે અને વર્ષ 2019માં તેને ઉદાર કરીને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નીતિ અન્વયે ફિલ્મોને ગ્રેડ અનુસાર સહાય અપાય છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા 75 લાખ, A ગ્રેડ માટે 50 લાખ, B ગ્રેડ માટે  40 લાખ, C ગ્રેડ માટે 30 લાખ, D ગ્રેડ માટે રૂપિયા 20 લાખ, E ગ્રેડ માટે 10 લાખ અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને 5 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે
ગુજરાતી ફિલ્મોની પસંદગી માટેની તજજ્ઞ કમિટીના સભ્યોના પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો, ખ્યાતનામ નામ દિગ્દર્શકો, ખ્યાતનામ કલાકારો અને ખ્યાતનામ લેખકોનો સમાવેશ કરી પેનલ તૈયાર કરી છે, તેમાંથી જરૂરિયાત અનુસારના  સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં મોટાભાગના સભ્યો ગુજરાતી જ છે. આ કમિટી દ્વારા જે ગુજરાતી ફિલ્મોની સહાય માટે અરજીઓ આવે છે. તે તમામ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરીને ગુણ આપવામાં આવે છે. જેના આધારે ગ્રેડ નક્કી કરીને સહાય આપવામાં આવે છે.

43 ફિલ્મોને સહાય ચૂકવવાના હુકમો કરી દેવાયા
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 128 અરજીઓ મળી હતી તે પૈકી 43 ફિલ્મોને સહાય ચૂકવવાના હુકમો કરી દેવાયા છે. બાકીની પડતર અરજીઓને સત્વરે સહાય ચૂકવાશે. પડતર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે અરજીદીઠ અંદાજે 200 થી 1000 જેટલા વાઉચરો સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. જેમાં થોડો સમય લાગે છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ ન કરતા વિલંબ થાય છે. આ માટે સરકાર દ્વારા સામેથી સંકલન કરીને પૂર્તતાની કામગીરી કરવામાં આવે છે. પૂર્તતા થયેથી સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:અડાજણના નિવૃત્ત બેંક કર્મચારીને નફાનો લાલચ આપી 32.65 લાખ ચાઉ કરી લીધા, ઠગન મહેસાણાથી ઝડપાયો
Next: કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.