Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • હવે સોનાની ખરીદ-વેચાણની રીત બદલાશે, નવો નિયમ આ તારીખથી અમલી
  • BUSINESS

હવે સોનાની ખરીદ-વેચાણની રીત બદલાશે, નવો નિયમ આ તારીખથી અમલી

Real March 4, 2023 1 minute read
16f1scqw
Spread the love

1 માર્ચ 2023 સુધીમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે

નવા નિયમ મુજબ હવે 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે

તમે પણ જો સોનાની ખરીદી કરવાના હોય કે સોનામાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આ જાણકારી તમારા માટે ઉપયોગી બનશે. સરકારે સોના અને જ્વેલરીની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બાબતો પર ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, 31 માર્ચ 2023 સુધીમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

નવા નિયમ મુજબ હવે 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે
ગ્રાહક મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણય 4 અને 6 અંકના હોલમાર્કિંગની મૂંઝવણને લઈને લેવામાં આવ્યો છે. સોનાના ખરીદ-વેચાણના બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે. જો આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવામાં આવશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે, નવા નિયમના અમલ બાદ 4 અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

BISને પ્રોડક્ટ ટેસ્ટિંગ અને માર્કેટ સર્વેલન્સની ફ્રિકવન્સી વધારવા માટે પણ કરી વાત
ખાદ્ય અને ગ્રાહક બાબતના મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની પ્રવૃત્તિઓની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં  BISને દેશમાં પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ BISને પ્રોડક્ટ ટેસ્ટિંગ અને માર્કેટ સર્વેલન્સની ફ્રિકવન્સી વધારવા માટે પણ વાત કરવામાં આવી હતી.  BIS ને ઉત્પાદન સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઉત્પાદનો જેવા કે પ્રેશર કુકર, હેલ્મેટ અને અન્ય ઉપભોક્તા ઉત્પાદનો માટે બજાર દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો.

HUID નંબરો વિશે જાણો
સોના અથવા તેમાંથી બનાવેલ કોઈપણ પ્રકારની જ્વેલરીને ઓળખવા માટે, તેના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર લખવામાં આવે છે. આ HUID નંબર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે. જ્યારે જ્વેલર્સ તે જ્વેલરીની માહિતી BIS પોર્ટલ પર અપલોડ કરે છે, તો આ નંબર પરથી તમે ખરીદેલી જ્વેલરી સંબંધિત માહિતી મેળવી શકો છો. સોનાની છેતરપિંડીના મામલાઓમાં આવા કોડ ખૂબ અસરકારક છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોરોના વેક્સિન બનાવનારા વિજ્ઞાનીની હત્યા, રાષ્ટ્રપતિ પુટિનના હસ્તે સન્માનિત થયા હતા
Next: ‘કાઠિયાવાડ એક્સપ્રેસ’ની કમાલ : વિઝ્ઝી ટ્રોફી ક્રિકેટમાં ઈન્ટર વેસ્ટ ઝોનની 130 યુનિવર્સિટીમાંથી ગુજરાતના એકમાત્ર સુરતી ફાસ્ટ બોલરની પસંદગી

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.