Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • શરદ પવાર બાદ NCPમાં રાજીનામાનો દોર શરૂ: જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ આપ્યા રાજીનામા
  • INDIA

શરદ પવાર બાદ NCPમાં રાજીનામાનો દોર શરૂ: જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ આપ્યા રાજીનામા

Real May 3, 2023
452ypvwx
Spread the love

સંજય રાઉતે શરદ પવારના રાજીનામાને દેશની રાજનીતિ માટે મોટો ઝટકો ગણાવ્યો

મુંબઈ, તા. 03 મે 2023, બુધવાર

શરદ પવારના NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામા બાદ પાર્ટીમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જિતેન્દ્ર આવ્હાડે NCPના જનરલ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આવ્હાડે પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે.

NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામુ જયંત પાટિલને મોકલી દીધું છે. મંગળવારે જ અજિત પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારશે નહીં. આમ છતાં જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.

શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને હવે પાર્ટીના નવા અધ્યક્ષને લઈને અસ્પષ્ટતા છે. NCPના નવા અધ્યક્ષ પદ માટે પવારના ભત્રીજા અજિત પવાર અને તેમની દીકરી સુપ્રિયા સુલેનું નામ સામે આવી રહ્યુ છે. જોકે, હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. કારાણ કે, NCPમાં અનેક નેતાઓનો દાવો છે કે, નવા અધ્યક્ષ પરિવારનો કોઈ સદસ્ય નહી હશે.

બીજી તરફ NCPના નેતા છગન ભુજબળનું કહેવું છે કે, જો શરદ પવાર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે તો રાજ્યની જવાબદારી અજિત પવારને અને સુપ્રિયા સુલેને કેન્દ્ર સોંપવું જોઈએ. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે શરદ પવારના રાજીનામાને દેશની રાજનીતિ માટે મોટો ઝટકો ગણાવ્યો છે. રાઉતે કહ્યું કે, પવારના નિર્ણયથી મહારાષ્ટ્ર અને દેશમાં ચોક્કસપણે હલચલ મચી જશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 2023નું પ્રથમ વાવાઝોડું ‘મોચા’ આ રાજ્યોમાં ત્રાટકવાની શક્યતા, હવામાન વિભાગે ઉચ્ચારી ચેતવણી
Next: અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.