Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • સુરત મેટ્રોની કામગીરીની આસપાસથી દબાણ દુર કરવાની કામગીરી શરૂ
  • GUJARAT

સુરત મેટ્રોની કામગીરીની આસપાસથી દબાણ દુર કરવાની કામગીરી શરૂ

Real May 2, 2023 1 minute read
srn176o4
Spread the love

પાલનપોર શાક માર્કેટ અને જકાતનાકા મેટ્રોની કામગીરીની આસપાસના દબાણ દુર કરાયા

– તાડવાડીથી પટેલ શાક માર્કેટ વચ્ચે લારીઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા : પાલનપોરની જેમ અન્ય જગ્યાએ પણ દબાણ દુર કરવા માટે માગણી

સુરત,તા.02 મે 2023,મંગળવાર

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં મેટ્રોની કામગીરીની આસપાસ થતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પાલનપોર શાક માર્કેટ બહાર લારીઓનો જમેલો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલનપોર જકાતનાકા પાસે મેટ્રોના કામગીરીની આસપાસ થતા દબાણ દૂર થતાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. આવી જ રીતે અન્ય જગ્યાએ મેટ્રોની કામગીરી ચાલતી હોય તેની આસપાસના દબાણ કડકાઈથી દુર કરવા માટે માગણી થઈ રહી છે.

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. સ્ટાર બજાર થઈ એલ.પી.સવાણીથી પાલનપોર જકાતનાકા વચ્ચે મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના કારણે રોડનો ઉપયોગ અડધો થઈ ગયો છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ટ્રાફિક સમસ્યા વધી રહી છે તો બીજી તરફ આ સાંકડા રોડ પર દબાણ હોવાના કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. વાહન વ્યવહારના ઉપયોગ માટે રસ્તો સાંકડો થતો હોવાથી દબાણ દુર કરવાની કામગીરી ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાંદેર ઝોને મેટ્રોની કામગીરીને આસપાસથી દબાણ દુર કરવાની કામગીરી કરતાં હાલ પુરતી ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે.

આ ઉપરાંત પાલનપોર શાક માર્કેટની આસપાસ લારીઓના દબાણના કારણે પણ ટ્રાફિક સમસ્યા થતી હતી. તાડવાડીથી શાક માર્કેટ જતાં રસ્તા વચ્ચે સંખ્યાબંધ લારીઓ ઉભી રહી જતી હતી. આ લારીઓના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી આ માથાભારે દબાણ કરનારાઓ વાહન ચાલકો સાથે પણ દાદાગીરી કરે છે. દિવસેને દિવસે લારીઓનું દબાણ વધતું હોવાથી આજે ઝોન દ્વારા લારીના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે આ રસ્તા પર ટ્રાફિક સમસ્યામાં હાલ પુરતો ઘટાડો થયો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપઃ શરદ પવારની NCPનું અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર જાહેરાત
Next: 2023નું પ્રથમ વાવાઝોડું ‘મોચા’ આ રાજ્યોમાં ત્રાટકવાની શક્યતા, હવામાન વિભાગે ઉચ્ચારી ચેતવણી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.