Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • ‘The Kerala Story’ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો
  • ENTERTAINMENT
  • INDIA

‘The Kerala Story’ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

Real May 18, 2023
yncemb2q
Spread the love

નવી દિલ્હી, તા. 18 મે 2023, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટે ફિલ્મ The Kerala Story પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. હવે આ ફિલ્મ પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે. આજે સુપ્રીમ કોર્ટે બંગાળમાં The Kerala Story પર લાગેલા પ્રતિબંધ મામલે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંગાળ સરકારને કહ્યું કે શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. ફિલ્મને ચોક્કસ જિલ્લામાં પ્રતિબંધિત કરી શકાય પણ સમગ્ર રાજ્યમાં નહીં! જનતાની લાગણીઓને કાબૂમાં રાખવી એ સરકારનો વિશેષાધિકાર છે ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકી શકાય.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે રાજ્ય શક્તિનો ઉપયોગ પ્રમાણસર હોવો જોઈએ. કોઈપણ પ્રકારની અસહિષ્ણુતા સહન કરી શકાતી નથી પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર કોઈની લાગણીના જાહેર પ્રદર્શનના આધારે નક્કી નથી કરી શકાતો. લાગણીઓનું જાહેર પ્રદર્શન નિયંત્રિત હોવું જોઈએ જો તમને તે પસંદ ન હોય તો તેને ન જોશો.

પશ્ચિમ બંગાળમાં ફિલ્મ The Kerala Story પર પ્રતિબંધ મુકવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, ફિલ્મનું ટીઝર જેમાં 32000 છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી તેને હટાવી દેવામાં આવી છે. કેરળ હાઈકોર્ટે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. તે હાઈકોર્ટે પણ આદેશમાં આ વાત લખી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે તમિલનાડુ સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે, ફિલ્મની સ્ક્રીનિંગ અને મૂવી જોનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓએ કહ્યું કે, તેઓ ફિલ્મમાં એક વધારાનું ડિસ્ક્લેમર ઉમેરે કે એવા કોઈ પ્રામાણિક ડેટા નથી કે ધર્માંતરણની સંખ્યા 32,000 છે અથવા અન્ય કોઈ આંકડો છે. આ ડિસ્ક્લેમરને 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેરવામાં આવે. હવે આ ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થશે.

Continue Reading

Previous: એકસાથે બે સગી બહેનોનાં મોત:સુરતના હજીરામાં ઘરેથી રમવા ગયેલી બાળકીઓ તળાવમાં ડૂબી, દીકરીઓનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
Next: રૂ. 2000ની નોટ પાછી ખેંચાશે:મોદી સરકારનો મોટો નિર્ણય, નવી 2,000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરાશે: RBI

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.