ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે
હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત
આજે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં 9 લોકોના મોત થયા છે.
બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના
કૂચબિહારમાં એક પોલિંગ બૂથમાં તોડફોડ અને બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના સામે આવી છે. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર, 22 જિલ્લાની 63,229 ગ્રામ પંચાયત બેઠક, પંચાયત સમિતીની 9,730 બેઠક અને જિલ્લા પરિષદની 928 બેઠકો પર ચૂંટણીના ઉમેદવારોનું નસીબ દાંવ પર છે. ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે.