Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • અમદાવાદમાં સવારે ધીમીધારે બપોર પછી ધોધમાર:એસજી હાઈવે, મકરબા, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ, રસ્તાઓ પાણી પાણી
  • GUJARAT

અમદાવાદમાં સવારે ધીમીધારે બપોર પછી ધોધમાર:એસજી હાઈવે, મકરબા, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ, રસ્તાઓ પાણી પાણી

Real July 8, 2023 1 minute read
vcbfh685
Spread the love

ગુજરાતમાં 10 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારે ઝરમર વરસાદ વરસ્યા બાદ 11 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, સોલા, સિંધુભવન, મકરબા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. જો કે, બપોર બાદ વરસાદની ગતિ વધી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ઈસનપુર રોડ પર ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રસ્તાઓ પાણી પાણી થયા
અમદાવાદમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે સવારથી ફરીથી વરસાદ શરૂ થયો છે. ગઈકાલ રાત બાદ હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. શહેરમાં નવરંગપુરા, વેજલપુર, આંબાવાડી, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે.

અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ અને આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ અને પોરબંદરમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી કરાઈ છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે બેથી લઈ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
અમદાવાદમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બે કલાકમાં શહેરમાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. નિકોલ, ઓઢવ, વિરાટનગર, નવા નરોડા, પાલડી, વાસણા, રિવરફ્રન્ટ, એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મેમકો, અમદુપુરા, કઠવાડા, સરખેજ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના બાકી વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજની નીચેના ભાગે વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાત ATSએ કચ્છના યુવકને દબોચ્યો:ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો, હનીટ્રેપમાં ફસાયેલો BSFનો પટાવાળો એક માહિતી-ફોટોગ્રાફ્સના 25 હજાર લેતો
Next: બંગાળમાં પંચાયત ચૂંટણી હિંસક બની, 11ના મોત, બેલેટને આગચંપી, ક્યાંક ગોળીબાર તો ક્યાંક પથ્થરમારો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.