Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • ગુજરાત ATSએ કચ્છના યુવકને દબોચ્યો:ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો, હનીટ્રેપમાં ફસાયેલો BSFનો પટાવાળો એક માહિતી-ફોટોગ્રાફ્સના 25 હજાર લેતો
  • INDIA

ગુજરાત ATSએ કચ્છના યુવકને દબોચ્યો:ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો, હનીટ્રેપમાં ફસાયેલો BSFનો પટાવાળો એક માહિતી-ફોટોગ્રાફ્સના 25 હજાર લેતો

Real July 8, 2023 1 minute read
9kkcb7cw
Spread the love

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ કચ્છના એક યુવકની ધરપકડ કરી છે, જે યુવક ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આ યુવક યુવતીની સાથે વાતો કરતો દેશની ગુપ્ત માહિતી આપતો થઈ ગયો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકે એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં ₹25,000 જેટલી રકમ મેળવતો હતો. આ યુવક બીએસએફમાં કામ કરતો હોવાની વિગત પણ સામે આવી રહી છે. હાલ ગુજરાત ATSએ ગુજરાતના સરહદી વિસ્તારની મહત્ત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડતા યુવકની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે તેના વધુ કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.

આરોપી બીએસએફમાં પટાવાળો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક લોકો હનીટ્રેપનો શિકાર બનીને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હોય છે. આવા અનેક કિસ્સા અગાઉ સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો આ વખતે કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છનો એક યુવક જેનું નામ વિશાલ બડિયા હોવાનું સામે આવ્યું છે. વિશાલ બડિયા બીએસએફના કોઈ વિભાગમાં પટાવાળાનું કામ કરતો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

એક યુવતીની હનીટ્રેપમાં ફસાયો
ગુજરાત ATSએ આ સંદર્ભે મહત્ત્વની તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશાલ થોડા સમયે અગાઉ એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે યુવતી દેખાવમાં ખૂબ સુંદર હતી પણ સોશિયલ મીડિયા પર થયેલો સંપર્ક યુવકને તેની તરફ આગળ લઈ ગયો હતો. ધીમેધીમે સામે તરફથી વાત કરતી યુવતી પોતાની અંગત વાતોની સાથેસાથે ભારતની કેટલીક માહિતીઓ અને ફોટોગ્રાફ્સ, નકશા મંગાવતી હતી. જેના આધારે વિશાલ પણ આ યુવતીના કહેવા પ્રમાણે કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ યુવકે મોકલેલી માહિતીના બદલામાં તેને રૂપિયા મળતાં થઈ ગયા હતા, એટલે ફોટોગ્રાફ્સના બદલામાં તેને અંદાજે 25000 રૂપિયા જેટલા મળ્યા હોવાની શક્યતા છે.

અમદાવાદમાં પૂછપરછ કરાશે
ગુજરાત ATS દ્વારા વિશાલની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીએસએફની કેટલી મહત્ત્વની માહિતી તેણે પાકિસ્તાનના હેન્ડ સુધી પહોંચાડી દીધી હતી અને તે પણ હનીટ્રેપના શિકાર થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: હરિયાણા: બસ અને ક્રૂઝર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત, 25 ઘાયલ
Next: અમદાવાદમાં સવારે ધીમીધારે બપોર પછી ધોધમાર:એસજી હાઈવે, મકરબા, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ, રસ્તાઓ પાણી પાણી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.