Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • દક્ષિણ ગુજરાતની અગ્રણી વરાછા બેન્ક દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સેવાનો શુભારંભ કરાયો
  • BUSINESS
  • GUJARAT

દક્ષિણ ગુજરાતની અગ્રણી વરાછા બેન્ક દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સેવાનો શુભારંભ કરાયો

Real July 8, 2023 1 minute read
WhatsApp Image 2023-07-08 at 7.23.23 PM
Spread the love

ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રિમ સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપરેટિવ બેન્ક સુરત દ્વારા આજરોજ મ્યુચ્યુઅલ ફંડ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

NJ WEALTH ના ફાઉન્ડરશ્રી નિરજભાઈ ચોકસી, શ્રી જીગ્નેશભાઇ દેસાઈ, CEO મિસ્બાહ બક્ષામુસા અને મેનેજર શ્રી મનીષ ગઢવી તેમજ વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, વાઈસ ચેરમેનશ્રી પ્રભુદાસભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડીરેક્ટર ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય વિધિ કરીને આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

વ્રજ ચોક ખાતે આવેલા વરાછા બેંકના સહકાર ભવન ખાતે આજરોજ તારીખ 8 જુલાઈ ના રોજ બેંક દ્વારા મ્યુચ્યુઅલ ફંડના બે ખાતા ખોલી મ્યુચ્યુઅલ ફંડ સેવાનો શુભારંભ કરવામા આવ્યો હતો અને કર્મચારી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુચ્યુઅલ ફંડની એસ.આઇ.પી. કરાવનાર પ્રથમ બે ખાતેદાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 100 ખાતેદારો ના ખાતા પહેલા દિવસે જ શરૂ કરી તેમની એસ.આઇ.પી. ની શરૂઆત કરવામાં આવી હતી. વરાછા બેંકના તમામ કર્મચારી ને મ્યુચ્યુઅલ ફંડ ના ઇતિહાસ અને તમામ પ્રકારના ફંડ, ભવિષ્યના બચત આયોજન અને તેનું મહત્વ ઉપરાંત અલગ-અલગ ફંડ માં થતી વધારા-ઘટાડા અને તેના પરિણામો વિશે Nj  વેલ્થના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુમાં બેંકના ચેરમેનશ્રી ભવાનભાઇ નવાપરા એ જણાવ્યું હતું કે, બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાનો હંમેશા એવો વિચાર રહ્યો છે કે, “બચત એ ભવિષ્યના દિકરા સમાન છે” માટે તમામ લોકો એ બચત કરવી જોઈએ. થોડા સમય પહેલા જ વરાછા બેંક દ્વારા WhatsApp બેન્કિંગની શરૂઆત કરવામાં આવી છે. જેનો લાભ મહત્તમ ખાતેદારો મેળવી રહ્યા છે અને આજરોજ વધારે એક સેવાના શુભારંભ થકી વરાછા બેંક પોતાના ખાતેદારો ને વધુ માં વધુ સેવા આપવા માટે કટિબદ્ધ બનવા પામશે.

 

 

આ શુભારંભ પ્રસંગે બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા સ્વાગત પ્રવચન કરી તમામ મહેમાનો ને આવકાર્યા હતા. અત્રે બેન્ક ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ગોરધનભાઈ આસોદરીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શ્રી કાંતિભાઈ મારકણા અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યશ્રી શ્રી અરવિંદભાઈ ધડુક અને સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા એ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

ઇન્સ્ટાગ્રામ પર સમાચાર મેળવવા 👇નીચેની લિન્ક ઓપન કરી ફોલો કરો 📍
https://www.instagram.com/real.network.news/

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઈમાનદારી અને પ્રામાણિકતાની મિસાલ:સુરતના કતારગામ સેફ વોલ્ટમાં યુવક રૂ.15 લાખના સોનાની બે લગડી બહાર મૂકીને જ જતો રહ્યો, 8 મહિને બન્ને લગડી મૂળ માલિકને પરત કરાઈ
Next: કચ્છમાં વહેલી સવારથી મેઘતાંડવ શરૂ:અબડાસામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 5 ઈંચ વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.