
સુરતની ધી વરાછા કો.-ઓપરેટીવ બેંક લિ. ની (The Varachha Co-Op Bank Ltd., Surat) અમરોલી શાખામાંથી લોન લઈ નિયમિત હપ્તા ભરપાઈ ન કરનાર આરોપીઓ લેપ લાઈફ એલ.એલ.પી પેઢી તથા તેના ભાગીદારો વિરૂધ્ધ બેંકે કરેલ કાયદેસરની કાર્યવાહી અંતગર્ત આરોપીઓને ૧ વર્ષની કેદ તથા રૂા. ૮,૩૪,૮૯,૧૫૫/- અંકે રૂપિયા આઠ કરોડ યોત્રીસ લાખ નેવ્યાંસી હજાર એકસો પંચાવન રૂપિયાનો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી
આરોપીઓ (૧) પરેશકુમાર હસમુખલાલ પટેલ (૨) વર્ષાબેન પરેશકુમાર પટેલ (૩) લેપ મલ્ટીવર્સ પ્રા.લિ.નાં ડિરેક્ટર્સ (પરેશકુમાર હસમુખલાલ પટેલ અને વબિન પરંભકુમાર પટેલ) (૪) ઓમપ્રકાશ પુનમચંદ સોની (૫) પિનાકીનાભાઈ મંગુભાઈ પટેલ (૬) રૂપેશભાઈ મંગુભાઈ પટેલનાંઓએ લેપ લાઈફ સ્ટાઈલ, લિમિટેડ લાયાબીલીટી ભાગીદારી પેઢીનાં નામે ધી વરાછા કો.-ઓપ. બેંક લિ. સુરતની અમરોલી શાખામાંથી જમીન ડેવલપીંગ કરી, બાંધકામ કરી તે વેચાણ કરવાના લગતા ધંધા વિષયક ટર્મલોન ધિરાણ મેળવેલ. લોન લીધા બાદ વસુલાત અનિયમિત થતા, ધિરાણ NPA થયેલ. સંદર લોન ખાતા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નોટીસ પાઠવવામાં આવેલ જે અંતર્ગત આરોપીઓને નોટીસ બજવાથી આરોપીઓએ ધિરાણ વસુલાત લગત ફરીયાદીનાં કાયદેસરનાં બાકી લેણાંની ચુકવણી પેટે બેંકને ચેક લખી આપેલ. સદર ચેક વસુલાત માટે રજુ કરતા ફંડસ ઈનસફીશીયન્ટનાં શેરા સાથે પરત આવેલ. ઉપરોક્ત ચેક પરત ફરતા બેંકે નામદાર કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબ નામદાર કાર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી, જે અંગેની ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટે બેંક તરફે વકીલશ્રી જીવરાજભાઈ વસોયા અને શ્રી નીલેશ એમ. વઘાસીયાની દલીલો સાંભળી, તમામ આરોપીઓને ૧ વર્ષની જેલ તથા ચેકની રકમ રૂ. ૮,૩૪,૮૯,૧૫૫/- અંકે રૂપિયા આઠ કરોડ ચોત્રીસ લાખ નેવ્યાંસી હજાર એકસો પંચાવન રૂપિયાનો દંડ વળતર તરીકે સંયુકત રીતે બેંકને ચૂકવવાનો તથા દંડની રકમ ન ચૂકવે તો વધુ ૨ માસની જેલની સજા ફટકારવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી નામદાર કોર્ટે જાહેર કરેલ છે.