
મહારાષ્ટ્ર રાજ્યનાં રાયગઢ જીલ્લાનાં નેરલ ટાઉન ખાતે તા. ૦૯/૦૮/૨૦૨૪, શુક્રવાર નાં રોજ અર્બન કો. ઓપરેટિવ બેંકો માટે આયોજીત UCB Top 100 CXO Summit & ICONIC Leaders Award 2024 એવોર્ડ સમારોહમાં ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત નાં જનરલ મેનેજર / CEO શ્રી વિઠ્ઠલભાઈ ધનાણીને “Best CEO of the Year – Banking Business Leadership” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાતની ટોપ ટેન સહકારી બેંકોમાં સ્થાન ધરાવતી વરાછા કો-ઓપ. બેંક ૨૬ શાખાઓ સાથે રૂ|. ૫૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. બેંકનાં સ્થાપના કાળથી કર્મચારી તરીકે જોડાઈને આજે બેંકનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકેની ફરજ નિભાવતા શ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીનાં નેતૃત્વમાં બેંકે અનેક સન્માનનીય સિદ્ધિઓ હાંસલ કરી છે, જે નોંધનીય છે.
બેંકનાં CEO શ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી એ જણાવ્યું હતું કે, વરાછા કો-ઓપ. બેંકનાં મેનેજમેન્ટનાં સભ્યો અને તમામ સ્ટાફ મિત્રોનાં સાથ-સહકાર અને સહયોગ થકી આ પ્રસિધ્ધિ હાંસલ થઈ છે, ત્યારે તેમણે આ એવોર્ડ બેંકના તમામ સ્ટાફમિત્રોને સમર્પિત કર્યો હતો.
બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, યુવાન અને ઉત્સાહી એવા બેંકનાં CEO શ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીની કાર્ય નિષ્ઠા અને ધગશનાં કારણે બેંકે નક્કર પ્રગતિ કરી છે ત્યારે તેઓને એનાયત થયેલ “Best CEO of the Year” નાં એવોર્ડ માટે અમો વરાછા કો-ઓપ. બેંક પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ ક્ષણે અમો આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.