સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વ્યસનમુક્તકર્તા.. વિઘ્નહર્તા.. “સુદામા કા રાજા ગણેશ મહોત્સવ-૨૦૨૪” વ્યસનમુક્તિ તેમજ સાયબર ફ્રોડ અંગે લોકજાગૃતિ નાટકો તેમજ ૪૫ થી વધુ લોકપ્રિય કલાકારો અને સાહિત્યકારોના સુર-સંગીત, અભિનય અને હાસ્યરસથી ભરપુર મોજ-મસ્તીસભર સાંસ્કૃતિક ભાતીગળ રંગ કસુંબલ લોકડાયરાનું તારીખ ૦૬/૯/૨૦૨૪, શુક્રવાર થી ૧૬/૯/૨૦૨૪, સોમવાર સુધીનું આયોજન કિરણ હોસ્પિટલ-૨ના ગ્રાઉન્ડ, રામચોક, મોટાવરાછા, સુરત ખાતે દિવ્ય અને ભવ્ય આયોજન કરેલ છે.
આ ઉપરાંત, આ ગણેશ મહોત્સવમાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે પાર્થિવદેહની અંતિમયાત્રા વિધિ માટે “મોક્ષરથ”નું લોકાર્પણ તારીખ ૧૨/૯/૨૦૨૪, ગુરુવારના રોજ સાંજે લોકસેવામાં અર્પણ કરવાનું આયોજન કરેલ છે.
તદુપરાંત તા.૧૫/૯/૨૦૨૪, રવિવારના રોજ આ ગણેશોત્સવમાં સવારે ૯ થી ૧૨ મોટા વરાછાની તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે રવિવારે બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી નિ:શુલ્ક આઈ ચેક-અપ મેડિકલ કેમ્પમાં ફ્રી આંખની તપાસ કરીને વિનામૂલ્યે નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે.
આ ઉપરાંત, સ્વનિર્ભર નારી અને સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે રોજગારલક્ષી સમર્થન આપવા મહિલાઓનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે. સુરત શહેરની સંસ્કૃતિપ્રેમી અને ધાર્મિક પ્રજાજનો તથા ભક્તજનોને પરિવાર સાથે ગણપતિ દાદાના દર્શન કરવા જાહેર નિમંત્રણ છે.
ll “સુદામા કા રાજા” ગણેશ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા ll
(૧). વ્યસનમુકિત અને સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ નાટક: દરરોજ રાત્રે ૦૮ થી ૦૯:૧૫ કલાક સુધી
(૨). ગણપતિ બપ્પાની દિવ્ય અને મંગળ મહાઆરતી: રાત્રે 0૯:30 થી ૧૦:૦૦ કલાકે
(3). સુર-સંગીત અભિનયથી ભરપુર ભાતીગળ રંગ કસુંબલ ‘લોકડાયરો’: રાત્રે ૧૦:૦૦ કલાકેથી શરૂ
સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ‘કર ભલા.. હો ભલા..’ મંત્રને સાર્થક કરવા ઘણી લોકસેવાની ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ પણ વર્ષ દરમિયાન આ સંસ્થા દ્વારા થઈ રહી છે જેવી કે, નિ:શુલ્ક મેડિકલ સાધનોની સેવા, સિવિલ ડિફેન્સની તાલીમ, ફાયર સેફટી ટ્રેનિંગ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ અભિયાન,વોકાથન, સાયબર ફ્રોડ લોકજાગૃતિ અભિયાન, આરોગ્ય નિદાન, નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્માં વિતરણ કેમ્પ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ, ઉનાળામાં પક્ષીઓ માટે કુંડા વિતરણ, પાણીના પરબનું આયોજન, રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી અને શિક્ષણને લગતી સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.