Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • September
  • વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું
  • Uncategorized

વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું

Real September 5, 2024
the varachha bank
Spread the love

ગુજરાતની ગતિશીલ સહકારી બેંકોમાં અગ્રીમ સ્થાન ધરાવતી ધી વરાછા કો – ઓપ. બેંક લિ., સુરત દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યો માટે ધી ઝુરી વ્હાઇટ સેન્ડ રિસોર્ટ, ગોવા ખાતે “ગુડ ગવર્નન્સ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે CA શ્રી મિલિન્દભાઈ કાલે ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રે તેઓ ખૂબ કીર્તિમાન છે. કાલે સાહેબશ્રી ભારતની બીજા નંબરની સૌથી મોટી સહકારી બેંક ધી કોસ્મોસ કો-ઓપ. બેંક લિ. સાથે સન ૧૯૯૯ થી જોડાયા છે અને હાલ ચેરમેન તરીકે પદ સંભાળી રહ્યા છે સાથે સાથે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB), ન્યુ દિલ્હીનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાનો કાર્યકાળ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત સાહેબશ્રી કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન કો-ઓપરેટિવ બેંક્સ સંસ્થાના વાઈસ ચેરમેન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં કાર્યરત રહી સહકારી ક્ષેત્રના ઉત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેનશ્રી જી. આર. આસોદરિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ ડિરેક્ટરશ્રી પી. બી. ઢાકેચા દ્વારા ગેસ્ટ સ્પીકર CA શ્રી મિલિન્દભાઈ કાલે ને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા એ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યોને આવકાર્યા હતા.

આજે સહકારી બેંકો સામે ઊભા થયેલા પડકારો અને તેમની બેન્કિંગ ઉપર થનારી અસર વિશે માહિતી આપતા વરાછા બેંકનાં BoM ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા કાલે સાહેબશ્રીનો પરિચય ઉપસ્થિત તમામ મેહમાનશ્રીઓને આપ્યો હતો તેમજ ધી કોસ્મોસ કો-ઓપ.બેંકની સફળ યાત્રા વિશે વાત કરી હતી.

CA શ્રી મિલિન્દ કાલે દ્વારા ગુડ ગવર્નન્સ પર વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, RBIનાં નીતિ-નિયમોની જાણ અને તેનું અનુકરણ બેંકમાં દરેક સ્તર પર થવું જોઈએ. બેંકના BoD અને BoM સભ્યોનું સંકલન બેંકની પ્રગતિમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે બેંકના કર્મચારીની કાર્યક્ષમતામાં વૃદ્ધિ જ બેંકની પ્રગતિ વેગવંતી રાખવા મહત્વની બની રહે છે. હાલનાં સમયમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુડ ગવર્નન્સને ઉત્કૃષ્ટ કરવા તાકીદ કરી હતી.

આ સેમિનારમાં યોજાયેલ પ્રશ્નોત્તરીમાં ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યો સહભાગી બન્યા હતા અને અનેક પ્રશ્નોના નિરાકરણ મિલિંદભાઈ કાલે દ્વારા આપવામાં આવ્યા હતા. અંતે બેંકના વાઇસ ચેરમેનશ્રી જી.આર.આસોદરિયા એ ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ તમામ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન ડિરેક્ટરશ્રી કાંતિભાઈ મારકણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Continue Reading

Previous: દેશના તમામ સળગતા પ્રશ્નોનો ઉકેલ આખરે વર્ગખંડ માંથી મળે તેમ છે.-કાનજીભાઈ ભાલાળા
Next: બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ, તેજસ્વી સાથેની મુલાકાત બાદ નીતિશ ફરી ગુલાંટ મારે તેવી આશંકા

Related Stories

hon9s2vd
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
nopho44w
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023
x2o50jo1
  • Uncategorized

જોખમી સ્કૂલ રિક્ષાની સવારીનો વીડિયો વાઇરલ:સુરતમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા, રિક્ષા હાલક-ડોલક થતી દેખાઇ, રૂપિયા કમાવવાની લાલચમાં ચાલકે માસૂમોના જીવ જોખમમાં મૂક્યા

Real July 10, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.