Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • October
  • જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024
n5dil24p
Spread the love

Jammu Kashmir Elections 2024: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં આજે (પહેલી ઓક્ટોબર) મતદાન કરવા માટે લોકો જમ્મુમાં મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઊભા જોવા મળે છે. કેન્દ્રશાસિત પ્રદેશના 7 જિલ્લાઓમાં 40 મતદાર ક્ષેત્રોમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

 

 

પીએમ મોદીએ  વિશ્વાસ વ્યક્ત કર્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ત્રીજો અને અંતિમ તબક્કો છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને લોકશાહીની ઉજવણીને સફળ બનાવવા માટે પોતાનો મત આપે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મિત્રો ઉપરાંત મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેશે.’

 

 

ગુલામ નબી આઝાદે મત આપ્યો

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. જે રાજકીય પક્ષ સત્તામાં આવે છે તેણે મુદ્દાઓ ઉકેલવા જોઈએ. હું કોઈપણ પક્ષની વિરુદ્ધમાં અથવા તરફેણમાં બોલીશ નહીં. મતદારો નક્કી કરશે કે કોઈ એક પક્ષને બહુમતી આપવામાં આવશે કે નહીં.’

આ પણ વાંચો: ‘જાહેરમાં આવું નિવેદન ન આપવું જોઈએ’ લાડવામાં મિલાવટ મુદ્દે સુપ્રીમ કોર્ટે CM ચંદ્રબાબુ નાયડુને ખખડાવ્યા

જમ્મુ-કાશ્મીરનો ત્રીજો તબક્કો કેમ રસપ્રદ છે?

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાત જિલ્લામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના આ તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ચૂંટણીના આ તબક્કાની મહત્ત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. અગાઉ તેમણે અનુક્રમે 2019 અને 2020 માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: બોલીવુડ અભિનેતા ગોવિંદાને ઘૂંટણમાં વાગી ગોળી, ઘાયલ થતાં આઇસીયુમાં ભરતી
Next: અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.