
હીરા ઉદ્યોગના અગ્રણી ભનુભાઈ દેવાણી એ તેના દીકરા અભિષેક ના લગ્ન પ્રસંગે વીર શહીદ જવાનોના પરિવાર માટે રૂપિયા એક લાખ અને પટેલ સમાજ ની હોસ્ટેલ પ્રોજેક્ટ માટે રૂપિયા એક લાખ દાન આપી રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેયનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. મૂળ આંબરડી ગામ ના વતની અને સુરત માં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રીમતિ
ભાવનાબેન અને ભનુભાઇ બાવચંદભાઈ દેવાણી ના પુત્ર અભિષેક ના લગ્ન ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ શ્રીમતિ ભાવનાબેન અશોકભાઈ હરિભાઈ કસવાળા ની પુત્રી ધાર્મિકા સાથે યોજાયા હતા. લગ્ન વિધિ શરુ કરતા પહેલા રાષ્ટ્રગીત નું ગાન કરી રાષ્ટ્રીય ચેતના માટે નમ્ર પ્રયાસ હતો. આ પ્રસંગે દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર વીર જવાનો ના પરિવાર ને મદદરૂપ થવા જય જવાન નાગરિક સમિતિ સુરત ને રૂ. ૧ લાખ નું દાન અર્પણ કર્યું હતું, તે ઉપરાંત શિક્ષણ ના હેતુ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ને રૂ. ૧ લાખ નું દાન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી કાનજીભાઈ ભાલાળ, શ્રી લાલજીભાઈ સોજીત્રા, શ્રી પુનિતભાઈ કુંભાણી તથા કાંતિભાઈ સોજીત્રા સહીત જાનૈયા તથા માંડવીયા ઉપસ્થિત હતા. લગ્ન પ્રસંગ ને કેમ ગૌરવવંતો અને સામાજિક તથા રાષ્ટ્રભાવના પ્રગટ કરતો કેમ બનાવવો તે માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજ નો પ્રયાસ આવકાર્ય બન્યો છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network