Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • વિદેશ મોકલવાની લાલચ આપી લોકોને ઠગી ફરાર થઇ ગયેલ વલસાડનો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો
  • GUJARAT

વિદેશ મોકલવાની લાલચ આપી લોકોને ઠગી ફરાર થઇ ગયેલ વલસાડનો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો

Real January 20, 2022
WhatsApp-Image-2017-10-04-at-2.37.22-PM
Spread the love

વલસાડ :- વિજય યાદવ ( વલસાડ પ્રતિનિધિ )

વલસાડ પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત 19 જાન્યુઆરી ના રોજ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર કરૂણાશંકરને બાતમી મળી હતી કે ૧૧ વર્ષથી છેતરપીંડી, ઠગાઇના ગુનામાં નાસતો ફરતો આરોપી મહમદસલીમ યુસુફભાઇ શેખ રહે મીશન કોલોની સિરાજ ડેરીની પાછળ વલસાડ પત્નીના અંતિમક્રિયામાં આવવાનો છે જે બાતમીના આધારે પોલીસે
શંકાસ્પદ સ્થળો પર વોચ ગોઠવી બાઝ નજર રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર ( ૧ ) મહમદ સલીમ યુસુફભાઇ શેખ તથા તેના પુત્રો ( ૨ ) ઇરફાન સલીમ શેખ તથા ( ૩ ) ઇમરાન સલીમ શેખ ત્રણ જણા ભેગા મળી વલસાડ ખાતે મારીયા કન્સલ્ટન્સી નામની ઓફીસ ખોલી ફરીયાદી તથા બીજા માણસોને વિદેશમાં મલેશીયા તથા સીંગાપોર , ન્યુઝીલેન્ડમાં સારી નોકરી તથા સારો પગાર અપાવવાની લોભામણી વાતો કરી વિશ્વાસ આપી તેઓ પાસેથી જુદી જુદી રકમો પડાવી લીધા હતા વિદેશમાં નોકરી નહીં મળે તો રૂપિયા પાછા અપીદેવાની બાંહેધરી આપતા હોવાને કારણે વિસ્તારના અનેક લોકો વિદેશ જવાની લાલચમાં રૂપિયા આપી ભેરવાયા હતા ચીટર પિતા અને પુત્રો અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી ઠગાઇનો ભોગ બનેલ કેટલાક લોકોએ પૈસા પાછા માંગતા પિતા અને પુત્રોએ રૂપિયા પરત માગનારને માર મારી ધમકી આપી દબાવવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે તા .૨૦ / ૦૪ / ૨૦૧૦ માં ગુનો નોંધાયો હતો આ ગુનાની તપાસ દરમ્યાન અગાઉ આરોપી ઇરફાન સલીમભાઇ ઝડપાઇ ગયો હતો જ્યારે મહમદસલીમ યુસુફભાઇ શેખ તથા ઇમરાન સલીમભાઇ શેખ ફરાર થઇ ગયા હતા અને પોલીસના ચોપડે છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા હતા તા.૧૯ / ૦૧ / ૨૦૨૨ ના રોજ મહમદસલીમ યુસુફભાઇ શેખના પત્નિનું અવસાન થતા તે પોતાની પત્નિની અંતીમ ક્રિયામાં આવનાર હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે વલસાડ સીટીમાં જુદી જુદી જગ્યાઓએ વોચ ગોઠવી હતી અને પત્નીની અંતિમ ક્રિયામાં આવેલ આરોપીને તેના ઘર પાસેથી ઝડપી પડ્યો હતો . આરોપીને કોવીડ -૧૯ ના ચેકઅપ માટે મોકલવામાં આવેલ છે . જે રીપોર્ટ આવ્યાબાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરસે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત :- વરાછામાં કોવિડ આઇસોલેસન સેન્ટર” શરૂ કરવામાં આવ્યું
Next: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસીઓ માટે વપરાયેલ ઈસમો શબ્દ દૂર કરવા માંગ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.