
સાબરકાંઠા જિલ્લાના સલાલ ખાતે આવેલી ધી સલાલ સર્વોદય નાગરિક સહકારી બેંકનું સુરતની વરાછા બેંકમાં વિલીનીકરણ થયું છે. ત્યાં આજથી વરાછા બેંકએ આધુનિક ટેકનોલોજી સાથેની બર્કિંગ સેવા પ્રારંભ કરી છે.
ગુજરાતની સહકારી બેંકોમાં ટોપ-ટેનમાં સ્થાન ધરાવતી અને ઝડપી બકિંગ સેવા માટે જાણીતી વરાછા બેંક હવેથી સલાલ વિસ્તારના ખાતેદારોને તમામ પ્રકારની બેંકિંગ સેવાઓ પુરી પાડશે. ધી સલાલ સદિય નાગરિક સહકારી બેંકને વરાછા બેંકમાં મર્જ કરવાની RBI દ્વારા મંજુરી મળતા મહેમાનોની ઉપસ્થિતીમાં વરાછા બેંક સેવાનો પ્રારંભ કર્યો છે.
સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર વરાછા બેંક સુરતની સેવાનો લાભ સાબરકાંઠા જિલ્લાના લોકોને મળશે જેનો વિશેષ આનંદ ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના ચેરમેન કાન્તીભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર અરવિંદભાઈ અસારી અને ધી સાબરકાંઠા ડિસ્ટ્રીટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લાના કલેકટર હિતેશભાઈ કોયા સાથે સ્થાનિક સમાજ અગ્રણીઓની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અહી શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનઓએ વરાછા બેંકએ ૨૬ વર્ષમાં કરેલી નોંધનીય પ્રગતિ અને મેળવેલી વિશિષ્ટ સિદ્ધીઓને બિરદાવી હતી. સતત નવી-નવી ટેકનોલોજી અવિષ્કાર કરીને ગ્રાહકોને ડિજીટલ બેંકિંગ સેવા પુરી પાડનાર બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બેંક ઉતરોતર પ્રગતિ કરી ખૂબ સારી નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
વરાછાબેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરાએ શુભારંભ પ્રસંગે સ્વાગત વિધી કરી તમામને આવકાર્યા હતા. વરાછા બેંકની નકકર પ્રગતિમાં મહત્વનો ફાળો આપનાર હાલના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ ઉપસ્થિત મુખ્ય મહાનુભાવો અને ખાતેદારઓને વરાછાબેંકની ૨૬ વર્ષની વિકાસયાત્રા અને બેંકના મિશન અને વિઝન અંગે જાણકારી આપી હતી. અને વરાછા બેંકના એમ.ડી. જી.આર આસોદરીયા, ડિરેકટર જે.કે. પટેલ, અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપભાઈ વરસાણી સાથે સમાજ અગ્રણી ગોરધનાભાઈ લાઠીયા સવિશેષ હાજર રહયા હતા. કાર્યક્રમના અંતે બેંકના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણીએ આભારવિધી કરી હતી.