
Motorcycle headlight in perspective Close up photo
વલસાડ 29
ટુવ્હીલ વાહન વેચતા શોરૂમના સંચાલકો બેંકો સાથે મિલીભગત કરી ગ્રાહકોનું સરેઆમ શોષણ કરી રહ્યાની લાંબા સમય થી બુમ ઉઠી છે પરંતું તંત્રનો કોઈ અંકુશ ન હોવાને કારણે શોરૂમ સંચાલકો અને ખાનગી બેંકો ફાટીને ધુમાડે ચઢ્યા છે શોરૂમ સંચાલકો અને ખાનગીબેંકોની જુગલબંધીમાં લોન પર વાહન લેનાર ગ્રાહક સરેઆમ લૂંટાવા મજબૂર બન્યો છે.
વલસાડ અને નવસારી જિલ્લામાં વાહનોના શોરૂમ સંચાલકો બેંકો સાથે મિલીભગત કરી ગ્રહકોનું સરેઆમ શોષણ કરી રહ્યાની બાબત જિલ્લાભરમાં ચકચારીત બની છે સરકારે લોકહીત અને સારા સાશનને ધ્યાનમાં રાખી કાર્યક્ષમ ફાઇનાન્સ મેનેજમેન્ટ કાયદાની રચના કરી છે આ કાયદા હેઠળ દરેકે પોતપોતાના વ્યવસાય કરવાનું હોય છે પરંતુ વલસાડ અને નવસારી જિલ્લામાં શોરૂમ સંચાલકો કાયદાને ઘોળી ને પી ગયા હોય તેમ સપસ્ટ થઈ રહ્યું છે ! લોનની લોભામણી લાલચો આપી બેન્ક અને શોરૂમ સંચાલકો ગ્રાહકોનું ભારે શોષણ કરી રહ્યા છે લોન પર વાહન લેવા આવેલ ગ્રાહકનું ફાઇલ ચાર્જ, ડાઉન પેમેન્ટ, નામ ટ્રાન્સફર, ઈન્સ્યુરન્સ થી લઈ છેલ્લા હપ્તા સુધી શોષણ થાય છે શોરૂમો અને ખાનગી બેન્કોએ લોન બાબતે સરકારી કાયદાનો સરેઆમ ધજાગરા કર્યા છે શોરૂમ સંચાલકો પોતાના શોરૂમો પર ખાનગીબેંકોના લોન વિભાગના કર્મચારીઓને બેસાડી રાખે છે અને આ કર્મચારી શોરૂમ સંચાલકના કહેવા પ્રમાણે ફરજ બજાવતો હોય છે
જ્યારે ગ્રાહક શોરૂમ પર લોન મારફતે વાહનની ખરીદી કરે છે ત્યારે શોરૂમ સંચાલક તેના શોરૂમ પર રહેલ જે તે ખાનગીબેંકના કર્મચારી સાથે સેટિંગ કરી ડાઉનપેમેન્ટની રકમમાં ત્રણથી પાંચ હજાર રૂપિયા વધારે ઉસેટી લેવડાવે છે ડાઉન પેમેન્ટ ચૂકવ્યા બાદ બાકીની રકમની લોન કરવામાં આવે છે જેમાં ખાનગીબેન્કના કર્મચારી ગ્રાહકને કરી આપેલ લોન માં લગભગ 24 ટકા વ્યાજ લગાડે છે જે રકમની લોન કરવામાં આવે છે તે રકમનો વ્યાજ જેટલા મહિનાના હપ્તા નક્કી કરવામાં આવે છે તે તમામ મહિનાના હપ્તામાં એકી સાથે ગણી લેવામાં આવે છે જો કે સરકારી બેંકોમાં લગભગ 8 થી 12 ટકા વ્યાજ વાસુલવાનો નિયમ છે અને તેમાં પણ ગ્રાહક જેમ જેમ હપ્તાની રકમ ભરતો જાય તેમતેમ વ્યાજમાં ઘટાડો થતો જાય છે.
સરકારી બેંકો અને ખાનગી બેંકો માટે ભારતીય રિઝર્વબેંકના કાયદાઓ અલગ હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે શોરૂમો અને ખાનગી બેન્કોની જુગલબંધીએ ગ્રાહકોની લૂંટ ચલાવી તંત્રની સારીકામગીરીનો ફિયસકો કર્યો છે ત્યારે આ બાબતે તંત્ર જાગૃત બની સચોટ તપાસ કરે તે અત્યન્ત જરૂરી થઈ ગયું છે ખાનગીબેન્કો પાસે લોન લીધેલ ગ્રાહકોના ડેટા લઇ સચોટ ચકાસણી કરવામાં આવે તો શોરૂમો અને બેંકો ની જુગલબંધીમાં ગ્રાહકોની થતી લૂંટનો કૌભાંડ ચોક્કસપણે બહાર આવશે.એમ જાગૃત લોકોમાં ચર્ચા છે.