
વલસાડ 28
ખેરગામ તાલુકાના નારણપોર ગામના ઝઘડિયા ફળિયામાં રહેતા પિતા-પુત્ર વચ્ચે ગતરોજ ઝઘડો થયો હતો. ઘર બહાર મુકેલી ડોલમાં પિતા પેશાબ કરતો હતો જે બાબતે પુત્રે પિતાને માર મારતા રોષે ભરાયેલ પિતાએ બેડ પર સુતેલા પુત્રના માથામાં કુહાડી મારતા ઘટના પર જ પુત્રના રામ રમી ગયો હતો
પોલીસ સુત્રોથી મળેલી વિગત મુજબ
ખેરગામ તાલુકાના નારણપોર ગામના ઝઘડિયા ફળિયાની ડેરી સામે રહેતા ભગુ રણછોડ પટેલ (ઉં.વ.56) .ગત તા.૨૮ જૂને સાંજે છ વાગ્યે તેમના ઘર બહાર મુકેલી પાણીની ડોલમાં પેશાબ કરતા હતા તેમની આ કરતૂત જોઈ તેમનો પુત્ર ગણેશ ઉર્ફે સાહિલ (ઉ.વ.૧૯)એ ઠપકો આપી પિતાને બે તમાચા મારી દીધા હતા પુત્રે માર મારતા ભગુભાઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા પરંતુ તે સમયે શાંતિ રાખી બેસી રહ્યા હતા ઘટનાના થોડા સમય બાદ પુત્ર ગણેશ પલંગ પર જઈને સૂઈ ગયો હતો. એ સમય દરમિયાન પિતા ભગુએ બદલો લેવા માટે પુત્ર ગણેશના માથામાં કુહાડીના ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. કુહાડીના ઘા વાગતા પુત્ર ગણેશ નું ઘટના સ્થળે જ મોત થયું હતું દરમિયાન ગણેશની માતા ચંચળબેન સ્થળ પર આવી પહોંચતાં તેને પણ ભગુ એ ગાળો દીધી હતી.આ મામલે ચંચળબેને પુત્રની હત્યા કરનારા પોતાના પતિ ભગુ પટેલ સામે ખેરગામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે ખેરગામ પોલીસે આરોપી ભગુ પટેલની ધરપકડ કરી કાયદામાં આવતી કલમો લગાડી વધુ તપાસ હાથ ધરી છે