
વિશ્વના 50 સૌથી જોખમી રાજ્યોમાં ભારતના નવ રાજ્યોનો સમાવેશ
ભારતના બિહાર, યુપી, પંજાબ વગેરેને પણ આવા ખતરા હેઠળ રાખવામાં આવ્યા
જળવાયુ પરિવર્તન હાલ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. જળવાયુ પરિવર્તન કે જે સીધી આપણી આબોહવાકીય પરિસ્થિતિ પર અસર કરે છે. તાજેતરમાં આવેલા એક રીપોર્ટ અનુસાર, વિશ્વના 50 સૌથી જોખમી રાજ્યોમાં ભારતના નવ રાજ્યોના નામ પણ જોવા મળે છે. જે એક અત્યંત ચિંતાજનક બાબત કહી શકાય છે .ભારતના બિહાર, યુપી, પંજાબ વગેરેને પણ આવા ખતરા હેઠળ રાખવામાં આવ્યા છે.
ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ દ્વારા વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. આ અહેવાલમાં માનવીય પ્રવૃત્તિઓ અને ઘરોથી માંડીને ઈમારતો સુધીના માનવ નિર્મિત પર્યાવરણને આબોહવા પરિવર્તન અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં પૂર, જંગલમાં આગ, ગરમીના મોજા, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના સંકેત છે.
ટોચના 50માં ભારતના 9 રાજ્યો જોખમમાં
રાજ્ય |
ક્રમ |
બિહાર | 22 |
યુપી | 25 |
અસમ | 28 |
રાજસ્થાન | 32 |
તમિલનાડુ | 36 |
મહારાષ્ટ્ર | 38 |
ગુજરાત | 44 |
પંજાબ | 48 |
કેરળ | 50 |