
રોહિત ત્રણેય ફોર્મેટમાં સદી કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં અનેક રેકોર્ડ તુટી શકે છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર અને યુનિવર્સ બોસથી પ્રખ્યાત ક્રિસ ગેલનો રેકોર્ડ તુટી શકે છે. આ ખાસ રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તોડીને વિશ્વ રેકોર્ડ બનાવી શકે છે.
રોહિત પાસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક
ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. હવે રોહિત પાસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. ‘હિટમેન’ 31 છગ્ગા મારતાની સાથે જ ‘યુનિવર્સ બોસ’ને પાછળ છોડી દેશે. રોહિતે ત્રણેય ફોર્મેટ સહિત 436 મેચોમાં 523 છગ્ગા ફટકાર્યા છે. આ મામલામાં તે ગેલથી જ પાછળ છે. ગેલે 483 આંતરરાષ્ટ્રીય મેચોમાં 553 છગ્ગા ફટકાર્યા છે.
સૌથી વધુ સિક્સર મારનારા ટોપ-10 બેટ્સમેનોમાં માત્ર ત્રણ જ ક્રિકેટર સક્રિય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલે કે ક્રિકેટ રમીને સૌથી વધુ સિક્સર મારનારા ટોપ-10 બેટ્સમેનોમાં માત્ર ત્રણ જ ક્રિકેટર સક્રિય છે. રોહિત ઉપરાંત તેમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ઈંગ્લેન્ડના જોસ બટલરનો સમાવેશ થાય છે.