
વ્હાઇટ હાઉસે ફેડરલ એજન્સીઓને તમામ સરકારી ઉપકરણોમાંથી ટીકટોક દુર કરવા એટલે કે, Uninstall કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. તે જ સમયે, કેનેડાએ સરકારી તમામ મોબાઇલ ઉપકરણોમાં ‘ટિકટોક’ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.
સરકારે સાયબર સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને શોર્ટ-ફોર્મ વિડિયો એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રતિબંધ મંગળવારથી લાગુ થશે. ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે ચેતવણી આપી છે કે ટિકટોકની ડેટા કલેક્શન મેથડ ફોનના કન્ટેન્ટને એક્સેસ આપે છે.\
કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડના નિવેદન અનુસાર સરકાર દ્વારા જારી કરાયેલા ઉપકરણોને TikTok ડાઉનલોડ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે અને એપ્લિકેશનના હાલના ઇન્સ્ટોલેશનને દૂર કરવામાં આવશે. “ટિકટોકની સમીક્ષા બાદ, કેનેડાના મુખ્ય માહિતી અધિકારીએ નક્કી કર્યું કે, આ એપ પ્રાઇવસી અને સુરક્ષા માટે જોખમનું અસ્વીકાર્ય સ્તર રજૂ કરે છે.”