
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને રક્ષાબંધન પૂર્વે મીઠાઈની દુકાનોમાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા લેવાયેલા કુલ 44 સેમ્પલોમાં 4 મીઠાઈની દુકાનના માવો અખાદ્ય હોવાનું જણાયું હતું.અલથાણની ઠાકોરજી સ્વિટ્સ, વરાછા મિનિબજારની રામેશ્વરમ ડેરી એન્ડ સ્વિટ્સ અને પાંડેસરાની અંબિકા માવાવાળાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 17 ઓગસ્ટના દિવસે મીઠાઈની દુકાનોમાં સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ત્યારે શંકાસ્પદ જણાયા હતા તે માવાનો જથ્થો સીલ કરી દેવાયો હતો. ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવતા તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. તેમજ મીઠાઈની દુકાન ધારકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.