
ગાંધીધામ, તા. 26 : પ્રતિભાશાળી ખેલાડીઓ, ઉભરતા સ્ટાર અને ભાવિ સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડીઓ ગુરુવારથી શરૂ થયેલી એસબીઆઇ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિ્ક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રારંભ સાથે જ સક્રિય બની ગયા છે. જીએસટીટીએના ઉપક્રમે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ગુરુવારે સબ જુનિયર બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં ક્વોલિફાઈંગ રાઉન્ડનો પ્રારંભ થયો હતો.
ગાંધીધામના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલા અંડર-15 ગર્લ્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં કેટલાક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા કેમ કે અમદાવાદની સિદ્ધિ પટેલે બરોડાની સુઝાન ચૌહાણ સામે 11-2, 1-11, 5-11, 11-2, 11-6થી વિજય હાંસલ કર્યો હતો અને ત્યાર બાદ ભાવનગરની ઝલક ડોડિયાને 9-11, 11-9, 10-12, 11-8, 11-9થી હરાવી હતી. ભાવનગરની જ રૂદ્રી શુક્લાને 11-4, 9-11, 11-9, 11-6થી હરાવીને સિદ્ધિએ વિજયની હેટ્રિક નોંધાવી હતી.
જોકે ભાવનગરની ભૂમિ ગોહીલે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બરોડાની ઉપાસના પિલ્લાઈને 9-11, 11-6, 11-4, 11-8થી હરાવ્યા બાદ સુરતની સાન્યા આચ્ચાને સીધી ગેમમાં 11-9, 11-8, 13-11થી હરાવી હતી.
અમદાવાદની કશીશ ડેએ પણ શાનદાર ફોર્મ દાખવ્યું હતું અને સુરતની પ્રતિષ્ઠા તોશનીવાલને 11-4, 11-6, 11-4 હરાવ્યા બાદ ભાવનગરની વિશ્રુતિ જાધવ સામે 11-3, 11-5, 11-8થી આસાન વિજય હાંસલ કર્યો હતો.
અમદાવાદની પ્રાથા પવાર માટે પણ આમ જ બન્યું હતું. તેણે સુરતની આભા રાવત સામે 11-9, 11-4, 11-4થી અને શિવાની ડોડિયા સામે 11-2, 11-7, 11-3થી આસાન વિજય હાંસલ કર્યો હતો.
દરમિયાન અંડર-15 બોયઝમાં અમદાવાદના હિમાંશ દહિયાએ જોરદાર ફોર્મ દાખવ્યું હતું. તેણે પહેલા તો પોરબંદરના ધાર્માન પૌનને 11-4, 11-3, 11-5 અને પછી સુરતના યુગ પરમારને 11-5, 11-4, 11-6થી હરાવ્યો હતો.
સુરતનો વિવાન દવે પણ સારા ફોર્મમાં જણાતો હતો. તેણે કચ્છના યશ સિંઘને 11-4, 11-3, 11-2 અને બરોડાના નિત્ય શાહ સામે 11-7, 11-4, 11-3થી વિજય હાંસલ કર્યો હતો.
ભાવનગરના સંકેત શાહની રમતમાં ચડાવ ઉતાર આવ્યા હતા પણ રમત પર પોતાની પકડ મજબૂત રાખીને તેણે અમરેલીના હેત ઠક્કર સામે 11-7, 11-5, 11-6થી અને ત્યાર બાદ અમદાવાદના પ્રથમ મહેતા સામે 11-9, 5-11, 13-11, 6-11, 11-6, 11-2ના સ્કોરથી મેચ જીતી હતી.
બરોડાના અભલાક્ષ પટેલ સાથે પણ લગભગ આમ જ બન્યું હતું. તેણે ભાવનગરના યુગ અંધારિયાને 11-8, 11-6, 11-9થી હરાવ્યા બાદ અમદાવાદના અવનિશ ભાવે સામે 8-11, 7-11, 11-5, 11-6, 12-10થી વિજય હાંસલ કર્યો હતો.
બરોડાના અભલાક્ષ પટેલ સાથે પણ લગભગ આમ જ બન્યું હતું. તેણે ભાવનગરના યુગ અંધારિયાને 11-8, 11-6, 11-9થી હરાવ્યા બાદ અમદાવાદના અવનિશ ભાવે સામે 8-11, 7-11, 11-5, 11-6, 12-10થી વિજય હાંસલ કર્યો હતો.
જોકે સુરતના નિવ ખિવસેરાને થોડા પડકારનો સામનો કરવો પડ્યો હતો જેણે ભાવનગરના વંદન સુથારિયા સામે 11-8, 14-12, 13-15, 11-9 થી વિજય હાંસલ કર્યા બાદ અમદાવાદના વિહાન તિવારીને 8-11, 12-10, 11-2, 11-6થી હરાવ્યો હતો.